વિરોધ:માંગણીઓ 10 દિવસમાં નહીં સ્વિકારાય તો વેપારીઓ પાલિકા કચેરીએ ધરણા કરશે

ભરૂચ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કતોપોર બજારમાં ગંદકી-રસ્તાઓ અંગે વેપારીઓએ પાલિકામાં 61 આવેદનપત્રો આપ્યા

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં અનેક મોટા બજારો આવેલા છે. જેમાં કતોપોર બજારમાં ભરૂચ જિલ્લા સહીત વિદેશથી આવેલા એનઆરઆઈ વ્યક્તિઓ પણ માલ સામાનની ખરીદી કરવા આવતા હોય છે. પરંતુ આ બજારોમાં જવાના માર્ગો ઉપર ગટરો ઉભરાતી હોય તેનું દુષિત પાણી પણ જાહેર માર્ગો પર ફરી વળતા આ માર્ગો અત્યંત જર્જરિત બન્યા છે. જેના કારણે અહીંયાના વેપારીઓ અને ખરીદી કરવા આવતા ગ્રાહકોને ભારે હાલાકી વેઠવી પડે છે. કતોપોર બજારના 1200 વેપારીઓને પાલિકા તંત્ર તરફથી 4 વર્ષથી 61 આવેદનપત્રો અને રજૂઆતો સામે વાયદા જ મળી રહ્યા છે.

આજદિન સુધી વેપારીઓના હકમાં કોઈ પણ નિરાકરણ નહીં આવતા વેપારીઓના ધંધાઓ પર અસર પડી રહી છે. ભરૂચનું કતોપોર બજારની ગણના NRI માર્કેટ તરીકે થાય છે અને ખાસ કરી શિયાળા વેકેશનમાં વિદેશમાં રહેતા NRI પરત આવતા હોય લગ્નસરાની મોસમમાં પુરબહારમાં ખરીદારી ખીલી ઉઠે છે. એક વર્ષથી કોરોનાના કારણે વિદેશથી શિયાળાની લગ્નસરાની મોસમમાં NRI નું આગમન બંધ હતું.હવે NRI વતન આવી કતોપોર બજારમાં ખરીદી માટે ઉમટી રહ્યા છે, ત્યારે ખરાબ રસ્તા ઉપર ઉભરાતી ગટરોના કારણે પગ મુકવાની જગ્યા જ ન હોય ગ્રાહકો સાથે વેપારીઓ બજારમાં આવતા પાછી પાની કરી રહ્યાં છે.

1200 વેપારીઓના ધંધા પર અસર પડે છે
ગંદકી અને માર્ગના અમારા ત્યાં આવતા ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો નોંધાતા વેપારીઓને આર્થિક રીતે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. અમે પાલિકામાં રજૂઆતો કરી છે જો અમારી માંગણીઓ નહી સ્વીકારાય તો 10 દિવસ બાદ 1200 વેપારીઓ પ્રમુખની ઓફીસે ધરણા કરશે. - ઈમ્તિયાઝ પટેલ,પ્રમુખ,કતોપોર બજાર,ભરૂચ

અન્ય સમાચારો પણ છે...