તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છોટુ વસાવાનું દર્દ:'જંગલની જમીન પર અતિક્રમણ અને ખનન નહીં અટકે તો આવનારી પેઢીએ માઠા પરિણામો ભોગવવા પડશે'

ભરૂચ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રીને પત્ર લખી જંગલની જમીન પર અતિક્રમણ અને ખનન અટકાવવા માગ કરી

BTP સુપ્રીમો અને ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ જંગલની જમીનો પર થઈ રહેલા અતિક્રમણ અને ખનની પ્રવૃતિ અટકાવવાની માગ કરી છે. ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામા આવી છે.

છોટુ વસાવાએ પત્રમાં જણાવ્યું છે કે, રાજ્યમાં જંગલોની જમીનો ઉપર કેટલાક માથાભારે શક્તિશાળી લોકો, ઉદ્યોગપતિઓ, ખાણ માલિકો પર્યાવરણ અને પ્રકૃતિનું આડેધડ નિકંદન કાઢી રહ્યા છે.જો આવું જ રહ્યું તો આવનારી પેઢી ઓક્સિજન વિના તડપી તડપી મોતના મુખમાં ધકેલાશે. જંગલ અને પ્રકૃતિની થઈ રહેલી દુર્દશાના કારણે કુદરતના ખોળે વસતા આદિવાસીઓને ભોગવવું પડી રહ્યું હોવાની પણ રજૂઆત કરી છે.

પ્રકૃતિ, પર્યાવરણ, વન્ય જીવો, જળ, જમીન અને જંગલને બચાવવા સરકાર તાત્કાલિક પગલાં ભરે. સાથે જ ગુજરાતમાં વર્ષોથી નહિ થયેલી જંગલોની માપણી કરવા પણ છોટુભાઈએ માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...