ક્રાઈમ:હું ડોન છું, ગામમાં આવવું નહીં તેવી પોલીસને ધમકી

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઝંઘારના તડીપાર આરોપીને પકડવા ગઇ હતી

ભરૂચ તાલુકામાં આવેલાં ઝંઘાર ગામે રહેતાં સુહેલ નુરમહંમદ ઇબ્રાહિમ દિલીપ વિરૂદ્ધ પોલીસે તડીપારની ફાઇલ પોલીસે તૈયાર કરી હતી. જેને એસડીએમની મંજૂરી મળતાં તેેન વર્ષ 2013માં તડીપાર કરવાનો હૂકમ કર્યો હતો. જેના પગલે તેને ગત 4 ડિસેમ્બરના રોજ ઝડપી પાડી પોલીસે અમદાવાદ મોકલી આપ્યો હતો. દરમિયાનમાં તે પુન: ગામમાં આવી ગયો હોવાની બાતમી નબીપુર પોલીસને મળી હતી. જેના આધારે ઝનોર ગામે ટીમ પહોંચતાં ગામના બસ સ્ટેન્ડ પાસે જ મળી આવ્યો હતો. પોલીસને જોઇને તેણે તમે જ મને તડીપાર કરાવ્યો છે. તમારે મારા ગામે આવવું નહીં, હું ઝંઘાર ગામનો ડોન છું તેમ કહી પોલીસ કર્મીઓને અપશબ્દો ઉચ્ચારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. પોલીસે તેની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...