તાલીમ શિબિર:ચૂંટણીની કામગીરીમાં થતી તકલીફથી વાકેફ છું : કલેક્ટર

ભરૂચ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભરૂચમાં કર્મચારીઓની ચાલી રહેલી તાલીમ શિબિરમાં કલેકટરે તેમના જાત અનુભવો વર્ણવ્યાં હતાં. - Divya Bhaskar
ભરૂચમાં કર્મચારીઓની ચાલી રહેલી તાલીમ શિબિરમાં કલેકટરે તેમના જાત અનુભવો વર્ણવ્યાં હતાં.
  • કલેક્ટર બનતાં પહેલાં ડૉ. તુષાર સુમેરા શિક્ષકની નોકરી કરતાં હતાં

હું કલેકટર બનતાં પહેલાં શિક્ષકની નોકરી કરતો હતો અને મે પણ ચુંટણીલક્ષી કામગીરી કરેલી છે. આ કામગીરીમાં પડતી તકલીફોને શું સારી રીતે જાણું છું અને તમને તકલીફ ન પડે તેવા મારા પ્રયાસો રહેશે તેમ ભરૂચ કલેકટર ડૉ. તુષાર સુમેરાએ કર્મચારીઓની તાલીમ શિબિરમાં જણાવ્યું હતું.

ભરૂચ જિલ્લાના વિધાનસભા મતવિસ્તારના અલગ - અલગ સ્થળોએ ચૂંટણી અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં પ્રિસાઇડીંગ-આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ અને પોલિંગ ઓફિસરોને દ્વિ-દિવસીય તાલીમ વર્ગનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર તેમજ ઝોનલ ઓફિસર સહિતના અધિકારીઓ-કર્મચારીઓ માટે યોજાયેલા આ તાલીમ વર્ગમાં સુપરવાઇઝરી કામગીરી બાબતે ચોકસાઇ અને સચોટતાની સાથે મતદાનની કામગીરી સરળ બની રહે તે માટે ઝોનલ ઓફિસરને જરૂરી કાળજી રાખવાની દ્વિ-દિવસીય તાલીમ વર્ગનો પ્રારંભ થયો છે.

એસ.વી.એમ.આઈ.ટી. કૉલેજ ભરૂચ, ગવરમેન્ટ પોલીટેકનિક કૉલેજ ભરૂચ, ગટ્ટુ વિદ્યાલય અંકલેશ્વર, શ્રોફ ફાઉન્ડેશન સંચાલિત પોલીટેકનિક કોલેજ વાલિયા વગેરે સ્થળો પર ચાલતા તાલિમ વર્ગોની મુલાકાત યોજી કલેકટર તુષાર સુમરાએ તાલિમ વર્ગોની મુલાકત લેતા ચૂટંણી અનુલક્ષીને પ્રિસાઇડીંગ-આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ અને પોલિંગ ઓફિસરોને વિવિધ સૂચનાઓ, માર્ગદર્શન આપ્યા હતાં. તેમજ નોંધણી, મોકપોલ, મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ EVM મશીન VVPAT સીલ કરીને તેના ડિસ્પેચીંગ સુધીની તમામ બાબતો અંગે જરૂરી માર્ગદર્શન પુરૂ પડી કલેક્ટર કચેરીએ આવનારા દીવસોમાં કંટ્રોલરૂમ ચાલુ થશે જેમાંથી માહિતી મેળવી શકાશે.

જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની ફરજ અનુસંધાને તેમણે પોતાના ભૂતકાળના અનુભવો વર્ણવી ઓફિસરોને હકારાત્મક વાતાવરણ પૂરું પાડી પ્રોત્સાહન આપ્યુ હતું. અને ચૂંટણી દરમ્યાન તમામ ઓફિસરો ને તમામ સુવિધા મળે તેવો પ્રયાસ તંત્ર કરશે તેવી ખાતરી આપી હતી. આવનારી ચૂંટણી સુપેરે પાર પડે તેવાં પ્રયાસ કરવા પ્રિસાઇડીંગ-આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ અને પોલિંગ ઓફિસરોને આહવાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...