હુમલો:મારી પત્ની સાથે સંબંધ રાખે છે કહી પતિનો શખસ પર હુમલો

ભરૂચ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જંબુસરમાં બનેલી ઘટના ટોક ઓફ ધી ટાઉન
  • બે જણા ઘવાતાં મામલામાં પોલીસ ફરિયાદ નોંધાઇ

ઝઘડિયા જંબુસરના દાજી બાવાના ટેકરા ખાતે રહેતા વિશાલ જેન્તી પટેલની રંગરેજ ખડકીની બાજુમા અવધુત કટલેરી પ્લાસ્ટીક વેરની દુકાન આવેલી છે. તે દુકાનો હતો ત્યારે તેમના જ ફળીયામા રહેતા પંકજ હરીશચંદ્ર પટેલ આવ્યા હતા. વેપારીને પડોશીએ દુકાન ઉપર આવી ગમે તેમ અપશબ્દો બોલી મારી પત્ની સાથેના તારા આડા સબંધોના કારણે મારા સંસાર જીવનમાં ભંગાણ પડેલ હોવાનું કહી ઢિકાપાટુનો માર માર્યો હતો. પેન્ટના ખીસ્સામા રાખેલ ચપ્પુ બહાર કાઢી વેપારીને મારવા જતા જમણા હાથે તથા ગળાની બાજું અછડતુ વાગી ગયું હતું.

જે વખતે દુકાનમા હાજર નાના ભાઈ નૈષધે બચાવવા વચ્ચે પડતા તેને પણ પંકજે કપાળની ઉપર ચપ્પુનો હાથાનો ભાગ મારી દિધેલ આ વખતે આજુ બાજુમાથી લોકો ભેગા થઈ જતા પંકજે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેના પગલે વેપારીએ જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...