ત્રિપલ તલાકની ફરિયાદ:ભરૂચના શેરપુરામાં પરિણીતાને પતિએ માનસિક ત્રાસ આપી તલાક માગ્યા, પત્નીએ પતિ સહિત સાસરિયા સામે ફરિયાદ નોંધાવી

ભરૂચ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લગ્નના પંદર દિવસ બાદ પતિ નાની-નાની બાબતે ઝઘડો કરતો હતો

ભરૂચના શેરપુરા વિસ્તારમાં આવેલા અલફલા પાર્કમાં પતિએ પત્નીને 3 વખત તલાક કહી છુટાછેડા આપતા પરિણીતાએ પતિ સહિત સાસરિયાઓ સામે માનસિક શારીરિક ત્રાસ અને ત્રિપલ તલાક અંગે ફરિયાદ નોંધાવી છે.

ભરૂચના શેરપુરા ગામ નજીક આવેલ અલફલા પાર્કમાં રહેતી 33 વર્ષીય પરિણીતાએ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર, તેણીના લગ્ન 2019માં થયા હતા. લગ્ન જીવન દરમિયાન પરિણીતાને બે સંતાનનું સુખ પ્રાપ્ત થયું છે. લગ્નના પંદર દિવસ બાદ પતિ નાની-નાની બાબતે ઝઘડો કરતો હતો જેથી પરિણીતા ઘર સંસાર નહીં તૂટે તે માટે બધું સહન કરી લેતી હતી.

ગતરોજ બપોરના સમયે પતિ નોકરી પરથી આવતા સાસુ અને સસરા કહેવા લાગ્યા હતા કે, શનિવારે તેઓની પુત્રી સાથે સારું વર્તન નહીં કરતા તે તેની સાસરીમાં જતી રહી હોવાનું કહી અપશબ્દો ઉચ્ચારી ઝઘડો કર્યો હતો અને સુમૈયાબેનને ચારેયએ ભેગા મળી માર માર્યો હતો અને ઘરમાંથી નીકળી જવા સાથે પતિએ ત્રણવાર તલાક તલાક તલાક કહી મુસ્લિમ શરિયત મુજબ તલાક આપી દીધા.

તલાક આપીને પણ તને જીવતી નહીં રહેવા દવ તેને પતાવી દઈશ અને તારા માતા-પિતાને પણ પતાવી દઈશ તેવી ધમકી આપી હતી. જ્યારે નણંદે ઝપાઝપી કરી કરતા તેણીને છોડાવી રૂમમાં જતી રહી દરવાજો બંધ કરી 100 નંબર ઉપર ફોન કરતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને પરિણીતાની ફરિયાદને આધારે ભરૂચ બી ડિવિઝન પોલીસે પતિ સહિત ચાર સાસરીયાઓ સામે ત્રિપલ તલાક સહિત ઘરેલુ હિંસાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...