વિવાદ:પત્નીને અપશબ્દો બોલનારને ઠપકો આપતા પતિ પર 3 જણાંનો હુમલો

ભરૂચ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ તાલુકાના નાંદ ગામનો બનાવ, ઇજાગ્રસ્ત સારવાર હેઠળ

ભરૂચ તાલુકામાં આવેલાં નાંદ ગામે રહેતાં આશિષ લક્ષ્મણ વસાવાની પત્ની ગામમાં મજુરીએ ગઇ હતી. જ્યાં તેની સાથે મજુરી કામ કરનારા ધર્મશાળા ગામના મહેશભાઇ તેમજ પણિયાદરા ગામના બળવંત વસાવાએ તેને તુ બરાબર કામ કરતી નથી તેમ કહીં તેમને અપશબ્દો ઉચ્ચાર્યાં હતાં.

રાત્રે આશિષને તેની પત્નીને સમગ્ર બાબતની જાણ કરતાં બીજા દિવસે તેઓ કબીર આશ્રમ પહોંચતાં પ્રવિણ મોહન વસાવા તેમજ તેના બન્ને બનેવ મહેશ અને બળવંત રસ્તામાં મળતાં તેણે પોતાની પત્નીને અપશબ્દો ઉચ્ચારવા મુદ્દે તેમને ઠપકો આપતાં ત્રણેયે એકસંપ થઇ તેમને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે નબીપુર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...