તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખુલાસો:પતિએ પત્નીની હત્યા કરી, કુદરતી મોતમાં ખપાવવા ખોટી વાર્તા ઘડી

ભરૂચએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભરૂચના સિતપોણ ગામે જમવા બાબતે તરકારમાં પત્નીને ફટકારી
 • પોલીસને શંકા જતાં મૃતકનું પેનલ પીએમ કરાવતા હત્યાનો ભાંડો ફૂટ્યો

ભરૂચ તાલુકાના સિતપોણ ગામે રહેતા રમેશ સોમાભાઈ વસાવાના અગાઉ તવરા ગામની મહિલા સાથે લગ્ન થયા હતા. બાદમાં છૂટાછેડા થયા હતા. જ્યારે કારેલા માગના શાંતાબેનના પતિ બિમાર રહેતા હોવાથી અઢિ વર્ષ અગાઉ મોત થતાં રમેશ વસાવા અને શાંતાબેન બંને પતિ-પત્ની તરીકે રહેતા હતા. દરમિયાન બંને વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા.

ગત 6 ફેબ્રુઆરીએ શાંતાબેન સિતપોણ ગામે રહેતા ઈલ્યાસભાઈ માટલીવાલાના ઘરે મજૂરી કામ કરીને પરત આવ્યા હતા. બપોરના સમયે બંને વચ્ચે જમવા બાબતે તકરાર થતાં રમેશે પત્ની શાંતાબેનને પ્લાસ્ટીકના પાઈપ વડે માર માર્યો હતો. સાથે છાતીના ભાગે મુક્કા મારતાં મૂઢમાર વાગ્યો હતો. દરમિયાન રાત્રે 3 વાગ્યાના અરસામાં શાંતાબેનનું મોત થયું હતું. બીજા દિવસે સવારે રમેશ વસાવાએ પત્નીનું પાણી ભરતી વેળાં લપસીને પડી જતાં ઈજાના કારણે મોત થયું છે તેવી કેફિયત નબીપુર પોલીસ સમક્ષ કરી હત્યાને કુદરતી મોતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસને તેની વાત ઉપર શંકા જતાં પત્નીના મૃતદેહને પીએમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તબીબોએ પેનલ પીએમ કરતાં ગંભીર ઈજાઓના કારણે મોત થયું હોવાનો રિપોર્ટ આવ્યો હતો. જ્યારે પોલીસે પતિ રમેશની કડકાઈથી પૂછપરછ કરતાં ભાંગી પડેલા રમેશે સમગ્ર હકીકત જણાવતાં હત્યાનો ભાંડો ફૂટ્યો હતો. નબીપુર પોલીસે પતિ વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો