હત્યારાને કોરોના:અંકલેશ્વરની આદર્શ સોસાયટીમાં પત્નીની હત્યા કરનાર હત્યારો પતિ કોરોના પોઝિટિવ

ભરૂચ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં સિવિલ હોસ્પિટલમાં આઇશોલેશન વોર્ડમાં રખાયો

અંકલેશ્વરના આદર્શ નગરમાં આડા સંબંધના વેહેમે પત્નીની હત્યા કરનાર હત્યારા પતિનો કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવતા આઇશોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે.

ગત તારીખ-8મી જાન્યુઆરીના રોજ વહેલી સવારે અંકલેશ્વરના આદર્શ નગરમાં રહેતા સદામ હુસેન સમસુંદહુડા ચૌધરીએ 28 વર્ષીય પત્ની મુબેસરાખાતુનને આડા સંબંધનો વહેમ રાખી શરીરે અને ગળા,ગુપ્તભાગે મારમારી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

પત્નીની ક્રૂરતાપૂર્વક હત્યા કરનાર પતિને પોલીસે ધરપકડ કરતાં પહેલા હાઇકોર્ટના હુકમ મુજબ આરોપીને કોવિડ-19 ટેસ્ટ ગત તારીખ-8મી જાન્યુઆરીના રોજ રાતે 10:15 કલાકે હસ્તગત કર્યો હતો અને ગતરોજ આરોપીનો કોવિડ-19 ટેસ્ટ જીતાલી ગામના પ્રાથમિક આરોગ્ય ખાતે કરાવ્યો હતો જેનો આજરોજ કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આરોપીને પોલીસે ભરુચ સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ-19ના આઇશોલેશન વોર્ડમાં ખસેડ્યો છે. આરોપીને કોરોના પોઝિટિવ આવતા શહેર પોલીસ મથક ખાતે પોલીસ જાવાનોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...