તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:દેરોલની પરીણિતાને પુત્ર નહીં થતાં પતિ-સાસરિયાનો ત્રાસ

ભરૂચ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાને પિયરથી 10 લાખ લાવવા સહિતની ધમકી આપતા હતા

ભરૂચના દેરોલ ગામે પરિણીતાને ત્રાસ આપવા બદલ પતિ અને સાસરિયાઓ વિરૂદ્ધ મહિલા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ભરૂચના મનુબર ગામે રહેતાં ઇબ્રાહિમ પટેલની પુત્રી સુમૈયાના લગ્ન વર્ષ 2010માં દેરોલના ઇરફાન રૂસ્તમ હવેલીવાલા સાથે થયાં હતાં લગ્ન બાદ તેઓ સાઉથ આફ્રિકા રહેવા ગયાં હતાં. જ્યાં તેમને એક પુત્રીનું સંતાન સુખ મળ્યું હતું. જે બાદ તેઓ વર્ષ 2017માં પરત આવી દેરોલ ગામે સાસુ જેબુન, સસરા રૂસ્તમ તેમજ નણંદ અસ્મા સાથે રહેતાં હતાં. દરમિયાનમાં તેની સાસુ તેમજ નણંદ તુ પિયરમાંથી કંઇ લાવી નથી તેવા મહેણાંટોણા મારી માનસિક ત્રાસ ગુજારતાં હતાં.તે પુન: સગર્ભા થતાં તેને પુત્ર જ થાય તેમ કહેતાં હતાં.

જોકે, પુન: પુત્રીનો જન્મ થતાં તેને પરેશાન કરવામાં આવતી હતી. અને તે પ્રસૃતિ બાદ પિયરેથી પરત લઇ ગયાં નહીં લઇ જઇ છુટાછેડા આપવાની તેમજ તેને પિયરેથી 10 લાખ રૂપિયા લઇ આવવા સહિતની ધમકીઓ આપતાં હતાં. જેના પગલે સુમૈયાએ તેના પતિ તેમજ સાસુ, સસરા અન નણંદ વિરૂદ્ધ ભરૂચ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...