તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:પતિ પૂછે તો પત્ની કહેતી તમે તમારી આંખે જોયુ છે ?

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પત્નીના આડાસંબંધ વિશે પતિને જાણ હતી

પરણિત પ્રેમિકાની હત્યા કરી આપઘાત કરનાર પ્રેમીના પ્રકરણમાં પોલીસે નજરે જોનાર બે મહિલા ઉપરાંત દાતરડુ અને ચપ્પુ ખરીદ્યું હતું તે દુકાનદારોના પણ નિવેદન લીધા છે. તપાસમાં પ્રેમિકાને ત્રણ ઘા ઝીંક્યા બાદ પ્રેમીએ પોતે પેટ અને ગળાના ભાગે ઘા મારી આપઘાત કરી લીધો હોવાનું બહાર આવ્યું છે.

ભરૂચ શહેરના નવલખા મીલની ચાલમાં રહેતાં ગિરીષ ઉર્ફે જગદિશ રાઠોડે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની પત્નીને છેલ્લાં ચાર-પાંચ વર્ષથી તુલસી રમણ સોલંકી સાથે આડો સંબંધ હોવાની તેમને જાણ હતી. તેઓ જ્યારે અલકાને આ મામલે પુછતાં હતાં. ત્યારે અલકા તમે તમારી આંખે જોયું છે ? તેમ કહી તેમને ચુપ કરી દેતી હતી. દરમિયાન અલકાએ તુલસી સાથે સંબંધ રાખવાની ના પાડી હોય અગર બીજા કોઇ કારણસર તુલસીએ તેની પત્નીનેે ઝાડીઝાખરી વાળા રસ્તે લઇ જઇ ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...