સાયબર માફિયાઓનો આતંક:દહેજની UPL કંપનીના એચ.આર. મેનેજરે કેશબેક પોઇન્ટ મેળવવાની લાલચે રૂપિયા 1.42 લાખ ગુમાવ્યા

ભરૂચ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે ક્રેડિટ કાર્ડ મર્જ કરવાનું જણાવી પ્રોસેસમાં બે ફ્રોડ કોલરોએ પૈસા ખંખેરી લીધા

દહેજની UPL કંપનીના એચ.આર. મેનેજર સાયબર ક્રાઈમનો ભોગ બન્યા છે. કેશબેક પોઇન્ટ મેળવવાની લાલચે તેમને રૂપિયા 1.42 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે.

લોભ અને લાલચનો શિકાર સાયબર માફિયા બનાવી જતા હોય છે. આવું જ દહેજની યુ.પી. એલ. કંપનીના એચ.આર. મેનેજર સાથે પણ બન્યું છે. ભરૂચની દહેજ બાયપાસ ચોકડી નજીક સદભાવના એપાર્ટમેન્ટમાં રહેતા રોહિત બિનોદ શર્મા છેલ્લા 14 મહિનાથી દહેજ UPL કંપનીમાં એચ.આર.મેનેજર તરીકે ફરજ બજાવે છે.

ગત 15 મે રવિવારના રોજ તેઓ ઘરે હતા. બપોરે તેમના મોબાઈલ ઉપર ફોન આવ્યો હતો. હું એક્સિસ બેન્કમાંથી બોલું છું. તમારા બે ક્રેડિટ કાર્ડ મર્જ કરાવશો તો કેશબેક પોઇન્ટ મળશે. ફોન ઉપર રહેલા સાયબર માફિયાના કહેવા મુજબ એચ.આર. મેનેજર પ્રોસેસ કરી રહ્યા હતા ત્યારે જ તેમના ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા 70 હજાર 990 કપાઈ ગયા હતા. તે દરમિયાન જ બીજો કોલ આવ્યો હતો. જેમાં તમારી સાથે ફ્રોડ થયું છે તેમ કહી બીજી વખત પણ તેમના ક્રેડિટ કાર્ડમાંથી 70 હજાર 990 ડેબિટ થઈ ગયા હતા.

બન્ને ચિટર કોલરોએ કોલ કટ કર્યા બાદ મેનેજરે પોતાના ક્રેડિટ કાર્ડ બ્લોક કરાવી દીધા હતા. બેંકમાં ફરિયાદ આપવા છતાં રૂપિયા 1.42 લાખ પરત નહિ મળતા એ ડિવિઝન પોલીસ મથકે સોમવારે સાયબર છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...