ભાસ્કર વિશેષ:ભરૂચના તબીબનું સામાજીક ક્ષેત્રે યોગદાન માટે સન્માન

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય ભરમાં તબીબી ક્ષેત્ર ફરજ બજાવતા ડોક્ટરોના સામાજીક કાર્યોને વધાવ્યાં

સફળતા માત્ર એક જ કળા પર નિર્ભર કરે છે અને એ છે અથાગ, પ્રમાણિકપણે મનમાં સેવાની ભાવના સેવીને કરેલી તનતોડ મહેનત. આવા વિચારો ધરાવતા,મૂળ મોરીયાણા ગામના અને હાલ ભરૂચમાં સ્થાયી, સ્ત્રી રોગોના નિષ્ણાંત ડૉ. લવેન્દ્રસિંહ રઘુવીરસિંહ ગોહિલે તબીબી ક્ષેત્રે આ પરમ સિદ્ધિ હાંસલ કરી, ભરૂચના યુવા ડોક્ટર્સ માટે કઠોર પરિશ્રમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

1953 માં જન્મેલા ડૉ. ગોહિલે શાળાકીય અભ્યાસ ઝઘડિયા હાઈસ્કુલમાં કર્યા બાદ જામનગરની એમ. પી. શાહ કૉલેજમાંથી MBBS પૂર્ણ કર્યું. 1983 માં તેમણે MD ગાયનેક પૂરું કર્યું ત્યારે ભરૂચના રહેવાસીઓ માટે તેઓ પહેલું સોનોગ્રાફીનું મશીન લાવેલા.તે સમય એટલો આધુનિક નહોતો. ત્યારે ડૉ. એલ. આર. ગોહિલ સાહેબે ભરૂચની પ્રજાને આધુનિક તબીબી સેવા મળી રહે, તેમને સોનોગ્રાફી માટે હાલાકી ન વેઠવી પડે એ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા. ને જે સંકલ્પ કર્યો હતો એમાં ખરા પણ ઉતર્યા. પરિણામે ભરૂચની પ્રજાને કોઈ ચમત્કાર સમાન સોનોગ્રાફી મશીનની નવી ટેક્નોલોજીની ભેટ આપી. આ માટે ભરૂચની પ્રજા અને ભરૂચ સદાય એમનું ઋણી રહેશે.

તાજેતરમાં તારીખ 8 મે, 2022 ના રોજ CM સાહેબે ગાંધીનગરના નિવાસ્થાને ગુજરાત ભરના ડોક્ટર્સને કે જેમણે કોરોના મહામારીમાં પોતે જોખમ ખેડી, દર્દીની સારવાર કરી, અમૂલ્ય સેવાઓ આપી હતી. તેઓને આમંત્રિત કરી,તેઓનું ઋણ અદા કર્યું હતું.

જેમાંથી 3 હજાર જેટલાં ડોક્ટર્સ ઉપસ્થિત રહ્યા હતાં.જ્યાં 20 જેટલાં સિનિયર ડોક્ટર્સ કે જેમણે સામાજિક ક્ષેત્રે સારા કામો કર્યા છે,તેમને સન્માનિત કર્યા હતાં.જેમાં ભરૂચથી આપણા ગાયનેકોલોજિસ્ટ ડૉ. એલ. આર. ગોહિલ સરને તેમની છેલ્લા 35થી વધુ વર્ષોની અવિરત અને નિ:સ્વાર્થ ભાવે કરેલ ભરૂચ જિલ્લાની સેવા માટે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. જે ખરેખર, આપણા સૌનું માથું ઊંચું કરાવનારી ઘટના છે.તેઓએ 32000 થી વધુ નિઃશુલ્ક દૂરબીન વડે થતાં કુટુંબ નિયોજન (નસબંધી )ના ઓપરેશન કરેલા છે.તેઓ ભૂતકાળમાં સિવિલ હોસ્પિટલ સાથે સંકળાયેલા હતાં.

અન્ય સમાચારો પણ છે...