તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:અંકલેશ્વર ત્રણ રસ્તા પાસે ટ્રક ચાલકે બાઇકને અડફેટે લીધી,યુવાનનું ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું

ભરૂચ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ફરિયાદ નોંધી તપાસ આદરી

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર બેફામ વાહનોના કારણે અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. તેવામાં એક ટ્રક ચાલકે હાઇવે નજીકના ત્રણ રસ્તા સર્કલ પાસે બાઇકને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં યુવાનને ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

પોલીસે ફરિયાદ નોંધી તપાસ આદરી

અંકલેશ્વર નેશનલ હાઇવે પર નર્મદા ગેટ હોટલ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બાઈક ચાલક ત્રણ રસ્તા સર્કલ નજીકથી પસાર થઇ રહ્યો હતો, ત્યારે અચાનક એક પુરપાટ ઝડપે આવતી ટ્રકે તેને ટક્કર મારી દીધી હતી. આ ટક્કર એટલી તેજ હતી કે બાઇક ચાલક યુવાન રસ્તા પર પટકાઈ ગયો હતો. જેમાં તેને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. આ બનાવ બનતા આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પોલીસને જાણ કરી દીધી હતી. પોલીસે ફરિયાદના આધારે આગળ ગુનો નોંધી તપાસ આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો