વિવાદ:હિંગલોટ ગામે સરપંચના વિજય સરઘસ પર પથ્થરમારો : 5ને ઇજા

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાકડીના સપાટા સાથે બન્ને જૂથ આમને સામને
  • ઇજાગ્રસ્તોને​​​​​​​ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં

ભરૂચમાં ચૂંટણીના પરિણામો આવી રહ્યાં છે. ત્યારે પરિણામની જાહેરાત બાદ તેના પડઘા પણ પડી રહ્યાં છે. હારથી નિરાશ થયેલાં ઉમેદવારો કે તેમના ટેકેદારો દ્વારા અનિચ્છનિય બનાવોને અંજામ આપવામાં આવતો હોય છે. ભરૂચ તાલુકાના હિંગલોટ ગામે આ જ પ્રકારનો એક કિસ્સો સામે આવ્યો છે. હિંગલોટ ગામના સરપંચના ઉમેદવાર જીતી ગયાં બાદ તેમણે પોતાના ગામમાં તેમનો વિજય સરઘસ કાઢ્યું હતું. તેઓ ગામમાં ફરી રહ્યાં હતાં. તે વેળાં હારેલાં ઉમેદવારના પરિવારજનો તેમજ તેમના ટેકેદારોએ હંગામો મચાવ્યો હતો. મામલો ગરમાતાં તેમણે પથ્થરમારો કરવા સાથે લાકડીઓ સહિતના હથિયારો સાથે ધસી આવતાં બન્ને પક્ષે ધિંગાણું સર્જાયું હતું. મારામારીમાં ઘવાયેલાં 5 જણાને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...