તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરંપરા:સિંધવાઈ માતાના મંદિર ખાતેથી નીકળેલી હિંગળાજ માતાની શોભાયાત્રા કરીબપુરા ખત્રી પોળમાં પહોંચી

ભરૂચ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચમાં ક્ષત્રિય સમાજ દ્વારા કાજરા ચોથની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરાઈ

ભરૂચમાં શહેરમાં વસતા ક્ષત્રિય સમાજના લોકોએ ગુરુવારના રોજ પરંપરા મુજબ કાજરા ચોથના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.સિંધવાઈ મંદિરેથી નીકળેલા હિંગળાજ માતાની શોભાયાત્રા શહેરોના માર્ગો પર ફરીને કરીબપુરા ખત્રીવાડ ખાતે પહોંચી હતી.જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉત્સાહભેર જોડાયા હતા. ભરૂચ સહીત સમગ્ર ગુજરાતમાં કોરોના મહામારીના કેસો ઓછા થતા હવે ફરીથી તહેવારોમાં રંગત આવી છે. ત્યારે રાજ્યભરમાં એક માત્ર ભરૂચમાં વર્ષોથી ગૌરવભેર ઉજવાતા ઉત્સવમાં હિંગળાજ માતાની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

શ્રાવણ વદ ચોથના દિવસે ભરૂચમાં જ વર્ષોથી ઉજવાતા કાજરા ચોથની ક્ષત્રિય (ખત્રી) સમાજ દ્વારા સિંઘવાઈ માતાજીના મંદિરેથી હિંગળાજ માતાની ભવ્ય શોભાયાત્રા કાઢી ઉજવણી કરવામાં આવે છે. કાજરાના પ્રતિક લઈ કબીરપુરા,ખત્રીવાડ સુધી નીકળેલી ભવ્ય શોભાયાત્રાએ નગરમાં અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું.

કબીરપુરામાં દરેક સમાજના ઘરે કાજરાના પ્રતીકનું નમન કરાવવામાં આવ્યું હતું. કાજરાના પ્રતીકને સમસ્ત ક્ષત્રિય સમાજમાં રમાડવામાં આવ્યા હતા અને છેલ્લે બરાનપુરામાં આવેલા હિંગળાજ માતાના મંદિરે વિદાય આપી હતી.સિંઘવાઈ માતાના મંદિરે તમામ ક્ષત્રિય સમાજના ભાઈ-બહેનોએ ઉમટી પડી કાજરાના પ્રતિક અને હિંગળાજ માતાની પૂજા અર્ચના કરી ભારે ઉત્સાહભેર કાજરા ચોથની ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...