• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Highway Driver Near ESI Hospital In Ankleshwar Breaks Accidental Road Obstruction Angle, Notified Authority Takes Punitive Action

કાર્યવાહી:અંકલેશ્વરની ઈ.એસ.આઈ.હોસ્પિટલ નજીક હાઈવા ચાલકે અકસ્માત સર્જી રોડ અવરોધક એંગલ તોડ્યુ, નોટિફાઇડ ઓથોરીટીએ દંડાત્મક પગલા ભર્યા

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારે વાહનો માટે પ્રવેશ બંધ હોવા છતા ટ્રક ચાલકે ધસી આવી એંગલને નુકસાન પહોંચાડ્યું

અંકલેશ્વરની ઈ.એસ.આઈ.હોસ્પિટલ નજીક હાઈવા રોડ અવરોધક એંગલ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રોડ અવરોધક એંગલને નુકસાન પહોંચ્યું હતું. જેને લઈ નોટિફાઇડ ઓથોરીટી દ્વારા દંડાત્મક પગલા ભરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં નોટિફાઇડ ઓથોરીટી દ્વારા રહેણાંક વિસ્તારમાં ભારે વાહનો પ્રવેશ કરે નહિં તે માટે મુખ્ય માર્ગો પર એંગલો લગાવી દેવામાં આવી છે. જે માર્ગો પર ફક્ત નાના વાહનો જ પ્રવેશ કરી શકે છે. જોકે, તેમ છંતા અવાર-નવાર મોટા વાહન ચાલકો આવા સ્થળે પ્રવેશ કરી એંગલોને નુકશાન પહોંચાડતા હોય છે, ત્યારે રવિવારના સાંજના સમયે અંકલેશ્વરની ઈ.એસ.આઈ.હોસ્પિટલ નજીક હાઈવા ચાલક પસાર થઇ રહ્યો હતો.

આ દરમિયાન પુરપાટ ધસી આવેલો ટ્રક એંગલ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કોઈને પણ ઈજાઓ પહોંચી નહતી, પરંતુ એંગલને નુકસાન પહોંચ્યું હતું. આ અકસ્માત અંગેની જાણ નોટિફાઇડ ઓથોરીટીને થતા અધિકારી સ્થળ પર દોડી આવ્યાં હતા અને હાઈવા ટ્રક ચાલક સામે દંડાત્મક પગલા ભરવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...