ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ સેલના ઉચ્ચ અધિકારી સહિક કર્મીઓના મોબાઇલ ટ્રેક કરી તેમનું લોકેશન બુટલેગરોને આપવાના કેસમાં ઝડપાયેલાં ભરૂચ એલસીબીના બન્ને કોન્સ્ટેબલોને સબજેલમાં ધકેલાયાં હતાં. દરમિયાનમાં તેમણે હાઇકોર્ટમાં જામીન અરજી કરતાં કોર્ટ તેમની અરજી નામંજુર રાખી હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે. ભરૂચ એલસીબીના ટેક્નિકલ સર્વેલન્સમાં ફરજ બજાવતાં બે કોન્સ્ટેબલ મયુર ખુમાણ તથા અશોક સોલંકી વિરૂદ્ધ પોલીસવિભાગના અધિકારીઓની જાસુસીનો ગુનો નોંધાયો હતો.
બન્ને કોન્સ્ટેબલ ભરૂચના કુખ્યાત બુટલેગર નયન બોબડો તેમજ વડોદરાના બુટલેગર ચકા માટે સ્ટેટ મોનિટરીંગ સેલના અધિકારીઓ-કર્મીઓના ફોન ટ્રેક કરી તેના લોકેશન કાઢી તેમને આપતાં હોવાનો આરોપ લાગ્યો છે. ત્યારે બન્ને હાલમાં સબજેલમાં છે. તેમણે હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી.
બન્નેના ગુનાની ગંભીરતાને લઇને હાઇકોર્ટે તેમની સામે કડક વલણ રાખી બન્નેની જામીન અરજી નામંજુર રાખી હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે. ભરૂચ પોલીસની શાખને બટ્ટો લગાવનારા બંને પોલીસ કોન્સટેબલો હાલ જેલની હવા ખાઇ રહયાં છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો આપ્યો હતો. બીજી તરફ નયન ઉર્ફે બોબડો અને પરેશ ઉર્ફે ચકો હજી નાસતા ફરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.