તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:પાસપોર્ટ બનાવવા માટે યુવાને લગ્નની વિગતો છુપાવી, ગૂનો

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ સી ડિવિઝન પોલીસ મથક ફરિયાદ નોંધાઇ
  • યુવાનની પત્નીએ કોર્ટમાં અરજી કરતાં ભાંડો ફૂટ્યો

ભરૂચની વિશ્વનાથ ટાઉનશીપ ખાતે રહેતાં યુવાને પાસપોર્ટ બનાવવા અરજી કરી હતી. જેમાં તેણે તે પરીણિત હોવા છતાં અવિવાહિત હોવાની માહિતી આપી હોવા અંગેની જાણ તેની પત્નીએ જ કોર્ટ મારફતે વિભાગને કરતાં વિભાગે ભરૂચ સી ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ભરૂચના ઝાડેશ્વર રોડ પર તુલસીધામ શાકમાર્કેટ પાસે આવેલાં વિશ્વનાથ ટાઉનશીપ ખાતે રહેતાં નિરવ પ્રહલાદ પ્રજાપતી નામના યુવાને ગતવર્ષે ઓક્ટોબરમાં પાસપોર્ટ મેળવવા માટે અરજી કરી હતી. જેન પગલે નવેમ્બરમાં તેમને પાસપોર્ટ પણ ઇશ્યુ કરવામાં આવ્યો હતો. જોકે તેણે પાસપોર્ટ અરજીમાં તેમનું લગ્ન થયું ન હોવાનું જણાવ્યું હતું.

દરમિયાનમાં નિરવની પત્ની હિરલે તેમને ફરિયાદ કરી હતી કે, નિરવના તેની સાથે લગ્ન થઇ ગયાં હોવા છતાં પાસપોર્ટમાં તે અપરણિત હોવાની નોંધ કરાવી છે. તેમજ તેમણે હાઇકોર્ટમાં સિવિલ અરજી પણ કરી હોવાનું જાણ કરી હતી. જેના આધારે પાસપોર્ટ ઓફિસે વિનયને કારણદર્શક નોટીસ પાઠવી હતી. જોકે, તેણે કોઇ જવાબ નહીં આપતાં આખરે પાસપોર્ટ ઓફિસે તેનો પાસપોર્ટ રદ કરી તેની સામે ગુનો નોંધવા ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે પત્ર લખતાં તેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...