હવામાન:નેત્રંગ-ડેડિયાપાડામાં ધોધમાર વરસાદ,ભરૂચમાં ઝાપટાં પડ્યાં

ભરૂચ, નેત્રંગ, ડેડિયાપાડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કુંભ નદી બે કાંઠે થતા કુંભખાડી, કુકરદા, કેવડી ગામોને જોડતો કોઝવે ડૂબ્યો

ભરૂચ-નર્મદા જિલ્લામાં લાંબા સમયથી મેઘરાજાએ વિરામ લીધો હતો. મેઘરાજાએ બુધવારે ડેડિયાપાડા-નેત્રંગ પંથકમાં એન્ટ્રી કરી હતી. જ્યારે ભરૂચ શહેરમાં સાંજે વરસાદી ઝાંપટા પડ્યા હતા. ડેડીયાપાડા તાલુકાના કુંભખાડી ગામે આવેલો લો લેવલ ક્રોઝવે ડૂબતા લોકોને હાલાકી ભોગવવાનાઓ વારો આવ્યો હતો. 15 દિવસ પછી વરસાદ ડેડીયાપાડા વિસ્તારમાં વરસાદે જોરદાર બેટીંગ કરી હતી. એક કલાકમાં કુભખાડીના ઉપરવાસમાં 2 ઈંચ વરસાદ ખાબકતા નદીમાં પુર આવ્યું હતું. કુંભ નદી બે કાંઠે થતા કુંભખાડી, કુકરદા, કેવડી વગેરે ગામોને જોડતો ક્રોઝવે ડૂબ્યો હતો.

વરસાદી હેલી દરમ્યાન તાલુકા મથકે જવા 10 કિમિ નો ફેરાવો થતા આ રૂટના ગામોને હાલાકી વેઠવાનો વારો આવે છે. આમ, હંમેશ ની હાલાકી માંથી ક્યારે છુટકારો એ જોવાનું રહ્યું.બુધવારે ભરૂચ શહેરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સે. અને લઘુત્તમ 26 ડિગ્રી સે. નોંધાયુ હતુ. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 84થી 61 ટકા નોંધાયુ હતુ. પવનની સરેરાશ ગતિ 13 કિલોમીટર પ્રતિકલાક રહી હતી. આજે મહત્તમ તાપમાન ઘટીને 34 ડિગ્રી સે. અને લઘુત્તમ 26 ડિગ્રી સે. નોંધાવાની શક્યતા છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને 86થી 63 ટકા નોંધાય તેવી શક્યતા છે. પવનની સરેરાશ ગતિ 13 કિલોમીટર પ્રતિકલાક રહે તેવી હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે.

બે ઇંચ વરસાદ પડતા ડેડિયાપાડાના ચાર રસ્તા પર નદીની જેમ પાણી વહેવા લાગ્યાં
​​​​​​​ડેડીયાપાડા નગરમાં આજે સાંજે ચાર વાગ્યા બાદ અચાનક ભારે કડાકા અને વીજળી સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.જેના કારણે મુખ્ય માર્ગો પર પાણી ભરાઇ ગયા હતા. ડેડિયાપાડા ચાર રસ્તાના મુખ્ય માર્ગની આજુબાજુના બંને માર્ગ પર પાણીને નદીઓ વહેતી જોવા મળી હતી. આમ માત્ર એક જ કલાકના ગાળામાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.} ભરતકુમાર વર્મા

અન્ય સમાચારો પણ છે...