તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ભરૂચ પાલિકામાં હાઉસ ટેક્સ - વેરા માંગણા અંગે વાંધા અરજી સુનાવણી

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા ખાતે 14થી 25 જૂન સુધી અરજદારોને સાંભળવામાં આવશે

ભરૂચ શહેરના દરેક વોર્ડ માટે કારોબારી કમિટી દ્વારા આકારણી,હાઉસટેક્સ, ભોગવટો તેમજ બાંધકામ પ્રકારને લગતી વાંધા અરજીઓની સુનાવણી 14મી જૂનથી નગરપાલિકા ખાતે હાથ ધરવામાં આવી છે. આ સુનાવણી આગામી 25 જૂન સુધી યોજવામાં આવનાર છે.ભરૂચ કારોબારી કમિટીને શહેરીજનો પાસેથી કુલ 700 વાંધા અરજીઓ મળી હતી.

જે અંગે કારોબારી કમિટી દ્વારા કોરોનાની ગાઈડલાઈન સાથે 11 દિવસ સુધી નગરપાલિકા કારોબારી કમિટી દ્વારા મિલકત સંબધિત વાંધા અરજીઓની સુનાવણી હાથ ધરાશે.ભરૂચ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નરેશ સુથારવાળાએ ભરૂચ શહેરની જનતાને નિયમિત ટેક્સ ભરવા અપીલ કરતા જણાવ્યું હતું કે,જો કોઈને મિલકત સંબધિત વાંધો હોય અથવા મિલકત બંધનો લાભ લેવા ઇચ્છતા લોકોએ દસ્તાવેજી પુરાવા સહિત કારોબારી કમિટી નગર સેવા સદન ભરૂચને લેખિતમાં વાંધા અરજી રજૂ કરવાની રહેશે.સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ વિચારણામાં લેવામાં નહીં આવશે.

અન્ય સમાચારો પણ છે...