આરોગ્ય મેળો:ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાં આવતીકાલથી પાંચ દિવસ સુધી આરોગ્ય મેળો યોજાશે

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્યની સુલભ સેવાઓ લોકોને ઝડપથી અને સરળતાથી મળી રહે તે માટે કરાયું આયોજન

ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાં આવતીકાલથી પાંચ દિવસ સુધી આરોગ્ય મેળાનું આયોજન કરાયું છે. આરોગ્યની સુલભ સેવાઓ લોકોને ઝડપથી અને સરળતાથી મળી રહે તે માટે જિલ્લામાં આરોગ્ય મેળાનું આયોજન કરાયું છે.

કલેક્ટર તુષાર સુમેરા અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી દ્વારા ભરૂચ જિલ્લાના તમામ નવ તાલુકાઓમાં તારીખ-18 થી 22મી એપ્રિલ સુધી નિયત કરાયેલા સ્થળોએ તાલુકા આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ આરોગ્ય મેળા જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.એસ.દુલેરાના માર્ગદર્શન હેઠળ કેમ્પમાં હેલ્થ આઈડી, બલ્ડ ડોનેશન કેમ્પ, મોતીયાની તપાસ ઉપરાંત સ્પેશ્યાલીસ્ટમા પીડીયાટ્રીશીયન,ફીજીશીયન, ગાયનેક, ઓર્થોપેડિક, ડેન્ટીસ્ટ, સ્કીન, ઈ.એન.ટી, ટેલી કન્સલ્ટેશન સર્વિસ સહિતની સેવાઓ પુરી પાડવામાં આવશે. આ કેમ્પનો મહત્તમ લાભ અનુરોધ કરાયો છે. આ મેળો નેત્રંગ તાલુકાના કોયલી માંડવી પ્રાથમિક શાળા ખાતેથી પ્રારંભ કરવામાં આવશે જે કેમ્પનો લાભ લેવા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...