વિવાદ:આરોગ્ય વિભાગના આઉટસોર્સિંગ કર્મીઓને ત્રણ મહિનાનો પગાર નહીં મળતા ભૂખ હડતાલ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવાળીના તહેવારો ટાણેં કર્મચારીઓએ દેવંુ કરવાની નોબત આવતા રોષે ભરાયા
  • માગણી નહીં સંતોષાય​​​​​​​ તો આગામી સમયમાં ગાંધીનગર તરફ કૂચ કરવાની ચીમકી

સરકારના આદેશ છતાં અધિકારીઓ અને એજન્સીઓની લાલિયાવાડીના કારણે ભરૂચ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા આઉટસોર્સિંગના 300 કર્મચારીઓનો ત્રણ મહિનાનો પગાર ન થતાં દિવાળી બગડી છે. અને તહેવારોમાં પણ દેવુ કરવાની નોબત આવતા રોષે ભરાયેલા કર્મચારીઓ જીલ્લા પંચાયત, રક્તપિત્ત કચેરી અને ક્ષય કચેરીએ હંગામો મચાવી પગારની માંગણી કરી હતી.

જોકે તે સમયે સીડીએચઓ અને રક્તપિત્ત અધિકારીએ પગાર કરવાની ખાતરી આપી હતી પરંતુ જીલ્લા ક્ષય અધિકારી દ્વારા પોતાની જવાબદારી ન હોઈ હાથ અધ્ધર કરી દેતા બુધવારે કર્મચારીઓએ જીલ્લા ક્ષય કચેરીમાં જ દિવાળીનો તહેવાર ઉજવવાની તૈયારીઓ સાથે ભુખ હડતાળનો પર બેસીને વિરોધ નોંધાવ્યો છે.પરંતુ દિવાળીના તહેવારના સમયે ભુખ હડતાલ પર બેઠેલા કર્મચારીઓની તરફેણમાં પોલીસે મધ્યસ્થી કરીને સોમવાર સુધી કર્મચારીઓના બાકી પડતો પગાર મળી જવાની બાંહેધરી અધિકારીઓ પાસે લેવડાવતાં હાલ પૂરતા કર્મચારીઓ હડતાલ સમેટી લીધી છે.

અન્ય સમાચારો પણ છે...