વિશ્વ આરોગ્ય દિવસ:ભરૂચ 108 ઈમરજન્સી સેવા દ્વારા વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી, હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું

ભરૂચ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જ્યાં પણ 108 ઈમરજન્સી સેવા મૂકવામાં આવી છે ત્યાં નિશુલ્ક કેમ્પનું આયોજન

7 એપ્રિલ આખા વિશ્વમાં વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લામાં 108 ઈમરજન્સી સેવા દ્વારા વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં 19 જેટલી 108 એમ્બ્યુલન્સ તેના 80 જેટલા કર્મચારીઓ સાથે દિવસ અને રાત જોયા વગર 365 દિવસ માનવજીવન બચાવવા માટે હંમેશા તત્પર રહે છે.

નોંધનીય છે કે આજે ગુરૂવારના રોજ ભરૂચ જિલ્લામાં જ્યાં પણ 108 ઈમરજન્સી સેવા મૂકવામાં આવી છે, તે તમામ જગ્યા ઉપર 108 ઈમરજન્સી સેવા દ્વારા નિશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકોનું બ્લડ પ્રેશર, સુગર તેમજ બીજી કોઈ પણ તકલીફ હોય તે અંગેની આરોગ્ય ચકાસણી 108 ઈમરજન્સી સેવા દ્વારા કરવામાં આવી હતી એમ ભરૂચ જિલ્લાના પ્રોગ્રામ મેનેજર અભિષેકે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...