સેમિનાર:ભરૂચ- અંક્લેશ્વરની શાળાનાં આચાર્ય અને શિક્ષકો માટે હેલ્થ એન્ડ વેલનેસ ઓફ સ્કૂલ ગોઇંગ ચિલ્ડ્રન સેમિનાર યોજાયો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક

10 સપ્ટેમ્બરનાં રોજ ભરૂચ સ્થિત આર એમ પી એસ ઇન્ટરનેશનલ શાળામાં સી બી એસ ઇ સ્કૂલમાં ભરૂચ-અંક્લેશ્વરની તમામ સ્કૂલનાં આચાર્યની ઉપસ્થિતિમાં શાળાનાં બાળકો માટે હેલ્થ એન્ડ વેલનેસ તેમજ શારીરિક અને માનસિક રીતે સ્થિર- સ્વસ્થ કરવાના હેતુથી સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ સંપૂર્ણ કાર્યક્ર્મ સી બી એસ ઇ માસ્ટર ટ્રેઈનર શ્રીમતી મિસેલ ગનેસાની દ્વારા કરવામાં આવ્યો હતો. આ સેમિનાર માં *અંક્લેશ્વર- ભરૂચ જિલ્લાના તમામ શાળાનાં 90 આચાર્ય - 180 શિક્ષકો* ઉપસ્થિત રહ્યાં હતા. બાળકો માટે સ્કૂલ થકી ઉચ્ચ વિચારસરણી વિકસે, ખોટી માન્યતાઓ થી દુર કેમ રેહવું એનું જ્ઞાન આપવામાં આવ્યું હતું.આ સેમિનાર માં આર એમ પી એસ ઇન્ટરનેશનલ શાળાના ટ્રસ્ટી શ્રી રાકેશ જૈન સર, શ્રી સચીન જૈન સર, શ્રી મહાવીર જૈન સર, શાળાનાં આચાર્ય શ્રી મેલરોય મેકડોનાલ્ડ, ઑપરેશન હેડ શ્રી દર્શન જૈન સર, ફલાયિંગ કીડ્સ હેડ મિસ્ટ્રેસ શ્રીમતી અર્ચના નેગી પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...