ઝઘડો:રૂપનગર SRP ગ્રૂપના હેડ કોન્સ્ટેબલની નશાની હાલતમાં PSI સાથે ઝપાઝપી

ઝઘડીયા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વાલિયા દવાખાનેથી પરત ફરતાં સરકારી વાહનમાં બેસવાનું કહેતાં PSI સાથે ઝઘડ્યો

ઝઘડિયા તાલુકાના રૂપનગર એસ.આર.પી.કેમ્પ ખાતે ફરજ બજાવતો કોન્સ્ટેબલ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો. તેને 108 મારફતે વાલિયા સરકારી દવાખાને લઈ જવાયા બાદ પરત આ|તા પોતાની કારમાં બેસવા જતાં તેમને પીએસઆઈએ સકકારી વાહનમાં બેસવાનું કહેતાં તેણે પીએસઆઈને ધક્કો મારી જમીન પર પાડી દીધા હતા. બાદમાં ઝપાઝપી કરતાં તેની વિરૂધ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ઝઘડિયા તાલુકાના રૂપનગર એસઆરપી કેમ્પ -10 ખાતે ગણપત ખાનસીંગ ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. ગતરોજ તેઓ ફરજમાં હતા તે દરમિયાન સાંજે કેમ્પ એરિયામાં હેડ કોન્સ્ટેબલ રાજુ રગન રાઠવા દારૂ પીતા જોવા મળ્યો હતો. જેથી સબ ઇન્સ્પેક્ટર તથા અન્ય સ્ટાફના ફરજ પરના માણસો તેની પાસે જતાં રાજુ રાઠવા કેમ્પની બહાર નાસી ગયો હતો. રાત્રે 10.30 વાગ્યે રાજુ રાઠવા તેની સ્વિફ્ટ કાર લઇ કેમ્પના બેરેક ઉપર ગયો હતો. જેથી તેની પાછળ સબ ઇન્સ્પેક્ટર ગણપત ચૌધરી તથા અન્ય સ્ટાફ પણ ગયો હતો. તેવામાં રાજુ રાઠવાએ જણાવ્યું હતું કે, મને છાતીમાં દુ:ખાવો થાય છે. જેને 108માં વાલીયા સરકારી દવાખાને લઈ જવાયો હતો. દવાખાને પહોંચતાં ડૉક્ટરે જણાવ્યું હતું કે, આ માણસ થોડીવાર પહેલાં જ અહીં સારવાર માટે આવ્યો હતો. તેને રીફર કરલો છે. તેમ કહેતા રાજુ રાઠવા તેની સ્વીફ્ટ કારમાં બેસી ગયો હતો.

પોતાની કારમાં બેઠેલા રાજુ રાઠવાને સબ ઇન્સ્પેક્ટર સરકારી ગાડીમાં બેસવા જણાવતા રાજુ રાઠવએ તેમની સાથે ઝપાઝપી કરી હતી. અપશબ્દો બોલી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. બાદમાં પોતાની કાર લઈને ભાગી ગયો હતો. એસઆરપી ગૃપના પીએસઆઈ ગણપત ખાનસીંગ ચૌધરીએ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...