તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વયંભૂ બંધ:હાંસોટ તાલુકાના ગામડાઓમાં 15 મે સુધી સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરાઇ

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આવશ્યક દુકાનો સવારે 6 થી બપોરના 1 વાગ્યા સુધી ખુલ્લી રખાશે

રાજય સરકારે કોરોનાની ચેઇન તોડવા 29 શહેરોમાં મીની લોકડાઉનની જાહેરાત કરી છે. પણ અન્ય શહેરો અને ગામડાઓમાં પણ લોકો ઘરોમાં રહે તે માટે સ્વૈચ્છિક લોકડાઉન પર ભાર મુકવામાં આવી રહ્યો છે. જેમાં હાંસોટ તાલુકાના ગામડાઓમાં 15 મે સુધી સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના ગામોના સરપંચો અને પોલીસ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં કોરોનાના સંક્રમણને રોકવા તથા બીમારીને વધુ ફેલાતી રોકવા માટે સ્વૈચ્છિક લોકડાઉન કરવા અપીલ કરવામાં આવી હતી. પોલીસની અપીલને હાંસોટ, ઇલાવ, વાલનેર, ઘમરાટ, રોહિદ, વઘવાણ, ઓભા સહિતના ગામના સરપંચોએ સ્વિકારી છે. આ ગામડાઓમાં આવતીકાલે શનિવારથી 15મી મે સુધી લોકડાઉન રહેશે. આવશ્યક વસ્તુઓનું વેચાણ કરતી દુકાનોને સવારે 6 થી બપોરના 1 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. બપોરે 1 વાગ્યાથી બીજા દિવસે સવારના 6 વાગ્યા સુધી તમામ દુકાનોને બંધ કરી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...