તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:મારા પતિના લગ્નેતર સબંધો હોવાથી ત્રાસ આપે છેઃ મહિલા

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પતિના લગ્નેતર સબંધથી કંટાળી મહિલાએ 181ની મદદ માંગી

ભરૂચ શહેરમાં એક પીડિત મહિલાએ 181 મહિલા હેલ્પલાઈનનો સંપર્ક કર્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે, મારા પતિના લગ્નેતર સબંધ હોવાના કારણે તે મને માનસિક અને શારીરિક ત્રાસ આપી રહ્યો છે. મહિલાનો કોલ આવતા 181ની ટીમ સ્થળ પર પહોંચી હતી. પીડિત મહિલાનું કાઉન્સેલિંગ કરી પોતાની સમસ્યા જાણી હતી. જેમાં તેણે જણાવ્યું કે, મારા પતિના લગ્નેતર સંબધ છે. જેની મને છ મહિનાથી ખબર પડી છે. મારા પતિના ફોનમાં તેમના ફોટા જોયા હતા. તે શોધી કાઢ્યા અને મારા સસરાને બતાવ્યા ત્યારે મારા પતિ મારી સાથે ઝઘડો કરી મારપીટ કરી રહ્યા હતા. મને યેન કેન પ્રકારે હેરાન કરી રહ્યાં છે. સાથે મને ધમકી પણ આપે છે કે તને છૂટું આપી દઈશ. આવી રીતે મને કાયમ હેરાન કરતા રહે છે.

મહિલાની સમસ્યા સાંભળ્યા બાદ 181ની ટીમે તેના પતિને બોલાવી કોઉન્સેલિંગ કરી સમજાવ્યા હતા. અને પત્નીને લગ્ન કરીને લઈ આવ્યા છો તો તમારી ફરજ બને છે કે પત્નીને સારી રીતે રાખવી. પત્ની સાથે ઝગડો કરી મારપીટ કરવી યોગ્ય નથી. પત્ની હોવા છતાં બાહ્ય સંબન્ધ રાખવા તે પણ યોગ્ય નથી. તેમને કાયદાકીય માહિતી આપતા પીડિત મહિલાના પતિએ માફી માંગી હતી અને આવી ભૂલ હવે પછી નહીં થાય તેવી ખાતરી આપી હતી. પીડિત મહિલાએ 181ની ટિમનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...