હેરાનગતિ:હું ડોન દાઉદ ઇબ્રાહિમનો ભત્રીજો છુ કહીં હેરાનગતિ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચમાં તારી પત્ની મને ગમે છે કહીં અશ્લિલ હરકત કરતો હતો

ભરૂચના મદિના પાર્ક ખાતે રહેતું દંપતિ સાયમાઝ એવન્યુ ખાતેના તેમના મકાનની સાફસફાઇ કરતાં હતાં. હતાં. તે વેળાં વિસ્તારમાં જ રહેતો એક શખ્સ મહિલાને અશ્લિલ હરકતો કરતો હોઇ તેને મહિલાનો પતિ ઠપકો આપવા જતાં તારી પત્ની મને ગમે છે, હું દાઉદ ઇબ્રાહિમનો ભત્રીજો છુ કહીં તેમને ધાકધમકીઓ આપી હતી. જેના પગલે આખરે તેમણે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ભરૂચના મદિના પાર્ક સોસાયટી ખાતે રહેતાં મહેરૂનીશા અલ્તાફ કલકલ તેમના પતિ તથા પતિની બીજી પત્ની નિલોફર સાથે સાયમાઝ એવન્યુ ખાતે આવેલાં તેમના મકાનની સાફ સફાઇ કરવા માટે ગયાં હતાં. દરમિયાનમાં ત્યાં જ રહેતો ઇકબાલ અહમદ ભોચકા નામનો શખ્સ મકાના પાછળના ભાગે આવેલાં ખેતરમાં ઉભો રહીં તેમને અશ્લિલ હરકત કરતો હતો. જેના પગલે તેમણે તેમના પતિને બોલાવતાં તેઓ પણ ત્યાં આવતાં તેમની સામે જ તેણે અશ્લિલ હરકત કરવાનું ચાલું રાખ્યું હતું.

આખરે મહેરૂનીશા તેના પતિ અલ્તાફ તથા તેમની બીજી પત્ની નિલોફર સાથે મળી ત્રણેય તેને ઠપકો આપવા જતાં હું તો ઇશારો કરીશ, હું ડોન દાઉદ ઇબ્રાહિમનો ભત્રીજો છું તારાથી થાય તે કરી લેજે તેમ કહેતાં તેમણે પોલીસને ફોન કરવાનું કહેતાં હું પોલીસથી ડરતો નથી તારે જેને ફરિયાદ કરવી હોય તો કર તેમ કહેતાં આખરે તેમણે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહીમના નામે ધમકી આપવાનો આખો કિસ્સો ભરૂચ શહેર તથા જિલ્લામાં ચર્ચાની એરણે ચઢી જવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...