તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદ આવ્યો:ભરૂચ જીલ્લામાં મેઘમહેરથી સર્વત્ર ખુશહાલી, વાતાવરણમાં ઠંડક પ્રસરતા જીલ્લાવાસીઓએ હાશકારો અનુભવ્યો

ભરૂચ3 મહિનો પહેલા
  • જીલ્લામાં આજે સવારથી વરસાદ આવતા સર્વત્ર ખુશનુમા માહોલ જોવા મળ્યો

ભરૂચ જીલ્લામાં વિધિવત ચોમાસાના મંડાણ થઇ ગયા છે. છેલ્લા બે દિવસથી મેઘરાજા સતત હાજરી પુરાવી રહ્યાં છે. આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનની લહેરકીઓ જોવા મળી હતી. તો થોડા થોડા સમયના અંતરે વરસાદ વરસી રહ્યો હતો.

નગરજનોએ પણ મોસમના પહેલા વરસાદનો આનંદ માણ્યો

ભરૂચ શહેરમાં સતત અડધા કલાક સુધી ધીમી ધારે મેઘરાજા વરસતા સર્વત્ર ઠંડક પ્રસરી ગઈ હતી. નગરજનોએ પણ મોસમના પહેલા વરસાદનો આનંદ માણ્યો હતો. કેટલાકે તેમાં પલળવાની મજા માણી હતી. તો સ્વાદ પ્રિય જનતાએ મોસમને અનુરૂપ ગરમ ગરમ વાનગીઓની લિજ્જત માણી હતી. જીલ્લામાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો ભરૂચ : 5 મીમી, અંકલેશ્વર : 12 મીમી, આમોદ : 23 મીમી, હાંસોટ : 22 મીમી, જંબુસર : 12 મીમી, નેત્રંગ : 66 મીમી, વાગરા : 11 મીમી, વાલિયા : 10 મીમી, ઝઘડિયા : 2 મીમી વરસાદ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...