તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચમાં વેક્સિનેશન:હાંસોટ તાલુકો 50.76 % સાથે મોખરે, જંબુસર 19.66 ટકા સાથે તળિયે

ભરૂચ / અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મહામારીના કહેર વચ્ચે જિલ્લાના 18 વર્ષથી વધુ વયના 12.26 લાખ લોકો પૈકી 3.93 લોકોએ વેક્સિન લીધી : અંક્લેશ્વર-હાંસોટમાં જાગૃતિ અર્થે વહિવટી તંત્રે રાત્રિ સભાઓ યોજી
  • ભરૂ ચ જિલ્લામાં 4.04 લાખ લોકોએ પ્રથમ અને 1.12 લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો

ભરૂચ જિલ્લામાં કોરોના વેક્સિનેશન માટે લોકજાગૃતિના પગલે હાલમાં દરેક વેેક્સિન સેન્ટરો પર લોકોની ભીડ દેખાઇ રહી છે. જિલ્લાના આંકડા જોતાં વેક્સિનેશનમાં હાંસોટ તાલુકામાં સૌથી વધુ 50.76 ટકા અને અંક્લેશ્વરમાં 41.18 ટકા લોકોએ વેક્સિન લીધી છે. ઉલ્લેખનિય છે કે, અંક્લેશ્વર તેમજ હાંસોટ પંથકમાં વહિવટી તંત્ર દ્વારા રાત્રી બેઠકો તેમજ સભાઓ યોજવા સાથે ગામડાઓમાં ફરીને જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના 18થી વધુ ઉમરના 12.26 લાખ લોકો પૈકી હજી સુધીમાં 3.93 લાખ લોકો એટલે કે 32.12 ટકા લોકોએ વેક્સિન લીધી છે. જેમાં 12મી જૂન સુધીની સ્થિતીએ સૌથી વધું હાંસોટમાં 50.76 ટકા - અંક્લેશ્વરમાં 41.18 ટકા લોકોનું વેક્સિનેશન થયું છે. જ્યારે સૌથી ઓછું જંબુસરમાં 19.66 ટકા વેક્સિનેશન થયું છે.

અંક્લેશ્વર અને હાંસોટ તાલુકામાં આરોગ્ય અને વહિવટી તંત્રની ટીમો દ્વારા રાત્રી બેઠકો તેમજ સભાઓ યોજીને લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધરાઇ રહ્યો છે. તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ફરીને પણ લોકોને વેક્સિન અંગેની માહિતી આપી તેમને વેક્સિન લેવા જણાવવામાં આવી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં 404917 એટલે કે 33.97 ટકા લોકોએ પ્રથમ જ્યારે 112856 એટલે કે 81.61 ટકા લોકોએ બીજો ડોઝ લીધો છે.

જિલ્લામાં તાલુકાવાર વેક્સિનેશનની ટકાવારી (12 જૂનની સ્થિતિએ)

તાલુકોટાર્ગેટવેક્સિનેશનટકા
આમોદ693471775125.6
અંક્લેશ્વર25202710377641.18
ભરૂચ36154110975230.36
હાંસોટ456152315550.76
જંબુસર1541703031719.66
ઝઘડિયા1201633434728.58
નેત્રંગ728362060728.29
વાગરા799433068138.38
વાલિયા704032336333.19
કુલ 1226045393754 32.12

​​​​​​​

હાંસોટ- અંક્લેશ્વરમાં 21 રાત્રિ સભાઓ યોજાઇ
ભરૂચ જિલ્લામાં વેકિસન વધુમાં વધુ લે તે માટે આરોગ્ય વિભાગે વધુ માં વધુ વેક્સીન આપવામાં આવે તેના પર ભાર મૂક્યો છે. જિલ્લા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધી 21 થી વધુ રાત્રી સભા યોજી છે.

વેક્સિનેશનનો પ્રથમ ડોઝ
લાભાર્થટાર્ગેટવેક્સિનેશનટકાવારી
હેલ્થ વર્કર1316313155100
ફ્રન્ટ લાઇન4034240338100
સિ.સીટીઝન 40965724791360.76
18 +76618010351115.03
કુલ122934240491733.97

​​​​​​​

વેક્સિનેશનનો બીજો ડોઝ
લાભાર્થીટાર્ગેટવેક્સિનેશનટકાવારી
હેલ્થ વર્કર11920994083.44
ફ્રન્ટ લાઇન363102274762.65
સિ.સીટીઝન 880027790688.72
18 +2300226397.13
કુલ13853211285681.61

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...