તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મર્ડર મિસ્ટ્રી:અંકલેશ્વરના અમરતપરા ગામ પાસેથી ગઇકાલે મળી આવેલા ઘડ માથા વગરના મૃતદેહના શરીરનો અડધો ભાગ આજે સારંગપુર રેલ્વે ફાટક પાસેથી મળ્યો

ભરૂચ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હજી પણ માથાનો ભાગ ન મળતા વ્યક્તિની ઓળખ હજી સુધી થઈ શકી નથી

અંકલેશ્વરના અમરતપરા ગામ પાસેથી ઘડ માથા વગરના મૃતદેહ મળવાના મામલામાં પોલીસને અંકલેશ્વરના સારંગપુર રેલ્વે ફાટક પાસેથી વધુ એક બેગ મળી આવી છે. જેમાં મૃતક યુવકના શરીરના ઘડનો ભાગ મળી આવ્યો છે. જોકે, હજી પણ માથાનો ભાગ ન મળતા વ્યક્તિની ઓળખ હજી સુધી થઈ શકી નથી.

ગતરોજ અંકલેશ્વર તાલુકાના અમરતપુરા ગામની સીમમાંથી એક ધડ માથા વગરનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. કોઈ રિક્ષા ચાલક પ્લાસ્ટીકની બેગમાં મૃતદેહ નાખી ગયો હોવાનું પ્રત્યક્ષ દર્શીએ જોયું હોવાની જાણકારી મળી હતી. જોકે પ્લાસ્ટીકની બેગમાં કાપેલા હાથ અને પગ મળી આવતા પોલીસ દ્વારા પૂરજોરમાં તપાસ શરૂ કરી દેવામાં આવી હતી.

માથા અને ધડ વગરના મૃતદેહે મોટું રહસ્ય ઊભું કર્યું હતું. અંકલેશ્વર પોલીસ તપાસ કરી રહી હતી તે દરમિયાન અંકલેશ્વરના સારંગપુર ખાતે આવેલ રેલવે ફાટક પાસે શરીરના બીજા અંગોની બેગ પણ મળી આવી હતી. જોકે, સારંગપુર રેલ્વે ફાટક પાસે મળેલી બીજી બેગમાં મૃતક યુવકના ઘડનો ભાગ હતો, માથાનો ભાગ ન મળતા મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.

મહત્વનુ છે કે, મંગળવારે સવારના 11 વાગ્યાના અરસામાં રાહૂલ વસાવા નામના વ્યક્તિએ રિક્ષામાં આવેલી બે મહિલાઓ સહિત ત્રણ જણાને માનવ શરીરના ટુકડાં ભરેલી બેગો ફેંકતાં જોયાં હતાં. જેના પગલે પોલીસે તે રોડ પર આવેલાં સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવીને તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...