વાતાવરણમાં અચાનક પલટો:નેત્રંગમાં ભારે પવનની સાથે કરા અને વરસાદ વરસ્યો, વાગરામાં એક વ્યક્તિ પર વીજળી પડી

ભરૂચ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ જિલ્લામાં 40 કિલોમીટરની ઝડપે પવન સાથે કરા અને વરસાદની આગાહી વચ્ચે શનિવારે નેત્રંગ પંથકમાં વતાવરણમાં પલટો આવ્યો હતો. અચાનક કરા સાથે વરસાદ પડતાં દોડધામ મચી ગઇ હતી. આ ઉપરાંત વાગરા તાલુકાના બદલપુરા ગામ ખાતે એક વ્યક્તિ ઉપર અચાનક વીજળી પડતા વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો.

હવામાન વિભાગે ભરૂચ જિલ્લામાં 16 થી 19 માર્ચ સુધીમાં 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપ સુધી ભારે પવન ફૂંકાવવાની સંભાવના વ્યક્ત કરી હતી. ભારે પવન વચ્ચે કરા સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. સંભવત હવામાનની વિપરીત સ્થિતિને લઈ ભરૂચ જિલ્લામાં અગમચેતીના પગલા લેવા સૂચન કરાયું હતું. દરમિયાન આજે શનિવારે બપોરના સુમારે નેત્રંગના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. તેજ પવનો સાથે કરા વરસવાના શરૂ થઈ જતા ખેડૂતો અને લોકોમાં દોડધામ મચી ગઇ હતી. પાંચથી 10 મિનિટ કરા સાથે કમોસમી વરસાદ વરસતા માર્ગો ભીંજાઈ જવા સાથે વાતાવરણ ઠંડુગાર થઈ ગયું હતું.

આ ઉપરાંત વાગરા તાલુકાના બદલપુરા ગામ ખાતે રહેતા એક 50 થી 55 વર્ષના ઉંમરનો વ્યક્તિ આમલીના ઝાડ નીચે સૂઈ રહ્યો હતો, તે દરમિયાન અચાનક વાતાવરણમાં પલટો આવતા એકાએક ગાજવીજ સાથે મૌસમ બદલાતા ધડાકાભેર વીજળી પડી હતી. આધેડને પીઠના ભાગે તથા તેને પેહરેલ શર્ટ સળગી ગયો હતો. વ્યક્તિને આસપાસના ખેત મજુરોએ તાત્કાલિક વાગરા 108 ની મદદથી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો હોય તેવામાં બદલપુરા ગામના એક વ્યક્તિ પર અચાનક વીજળી પડતા બૂમાબૂમ અને દોડધામ મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...