ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે પહેલી ડીસેમ્બરના રોજ થનારી ચુંટણીમાં મતદાનની ટકાવારી વધે તે માટે શહેરમાં શિક્ષકોની બાઇક રેલી યોજવામાં આવી હતી. હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
લોકશાહીના પર્વમાં વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે લોક જાગૃતિ ફેલાવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર તુષાર સુમેરાના માર્ગદર્શ હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહયું છે. ગુરૂવારના રોજ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડથી અધિક નિવાસી કલેકટર એન.આર.ધાધલે લીલી ઝંડી આપી બાઈક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ આર ગાંગુલી, જિલ્લા શિક્ષણાધિકારી કીશન વસાવા, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ડૉ. દીવ્યેશ પરમાર સહિતના અધિકારીઓ હાજર રહયાં હતાં.
જિલ્લાભરની શાળાઓના શિક્ષકોએ, કોલેજના વિદ્યાર્થીઓએ અને સામાજિક સંસ્થાઓએ બાઇક રેલીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાઈક રેલી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી હોસ્ટેલ ગ્રાઉન્ડથી પાંચબત્તી સર્કલ, રેલ્વે સ્ટેશન, કસક સર્કલ, શીતલ સર્કલ થઈ કોલેજ રોડ, ભોલાવ બ્રીજ થઇને પરત આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.