તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંદોલન:ગુજરાતના ખેડૂતો પણ તેમના પ્રશ્નોને લઈ રસ્તા પર આવશે', રાકેશ ટીકૈત ટ્રેકટર હંકારી ગુરુદ્વારા પહોંચ્યા

ભરૂચ17 દિવસ પહેલા
 • ભરૂચ નજીક લુવારા ગુરુદ્વારામાં ગુરુદ્વારા પર રાકેશ ટીકૈતે શીશ ઝુકાવ્યું

કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન ચલાવી રહેલ ખેડૂત નેતા રાકેશ ટીકૈટ બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજરોજ વડોદરાથી તેઓ સીધા ભરૂચ નજીક રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલ લુવારા ગુરુદ્વારા પર આવી પહોંચ્યા હતા.

ગુરુદ્વારા પર આવતા પૂર્વે તેઓએ ટ્રેકટર રેલી કાઢી હતી અને જાતે ટ્રેકટર હંકારી ગુરુદ્વારા પર પહોચ્યા હતા. અને ગુરુદ્વારા પર શીશ ઝુકાવ્યું હતું. તેઓ સાથે ગુજરાતના પૂર્વ સી.એમ.શંકરસિંહ વાઘેલા પણ જોડાયા હતા. બન્ને આગેવાનોએ ખેડૂતો સાથે ઔપચારીક મુલાકાત કરી હતી. રાકેશ ટીકૈતના સ્વાગતમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમાલસિંહ રણા, યુથ કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણ સહિત કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના આગેવાનો જોડાયા હતા.

રાકેશ ટીકૈતની મુલાકાતના પગલે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. રાકેશ ટીકૈતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ખેડૂત આંદોલન હજુ આગળ ચાલશે. ગુજરાતના ખેડૂતોના પણ ઘણા પ્રશ્નો છે પરંતુ બહાર નથી આવતા. આવનારા સમયમાં ગુજરાતના ખેડૂતો પણ તેમના પ્રશ્નોને લઈ રસ્તા પર આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો