તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટકાઉ ખેતી:ગુજરાતના મુખ્યમંત્રીએ વનબંધુ ખેડૂતોના લાભાર્થે કૃષિ વૈવિધ્યકરણ યોજનાનો વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નેત્રંગથી જિલ્લા પંચાયત પ્રમુખ અને અધિકારીઓ પણ બેઠકમાં જોડાયા હતા

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદિજાતિ વિસ્તારના વનબંધુ ખેડૂતોના લાભાર્થે કૃષિ વૈવિધ્ય કરણ યોજના-2021નો ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો.આ શુભારંભ પ્રસંગે તેમણે વિડીયો કોન્ફ્રન્સના મારફતે જણાવ્યું હતું કે,આદિજાતિ વિસ્તારમાં ખેતી ટકાઉ અને કમાઉ બને તે માટે સરકાર કાર્યો કરી રહી છે.આદિવાસી ખેડૂતો પાકની સાથે વિકાસના બીજ પણ વાવે તેવી સરકારની નેમ છે.આ યોજનાનો લાભ ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધીના 14 આદિજાતિ જિલ્લાના 1,26,000થી વધુ વનબંધુ કિસાનોને મળશે.કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત આદિવાસી ખેડૂતોને 31 કરોડની ખાતર- બિયારણ સહાય મળશે.

જેમાં ખાતરમાં 45 કિલો ગ્રામ યુરીયા,50 કિલોગ્રામ એન.પી.કે.અને 50 કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટની કીટ આપવામાં આવશે,વધુમાં જણાવ્યું કે, છેલ્લા દસ વર્ષમાં આ યોજના અન્વયે 10 લાખ આદિજાતિ ખેડૂતોને રૂપિયા 250 કરોડની સહાય આપવામાં આવી છે. આ યોજનામાં મકાઈ, કારેલા,દુધી, ટામેટા, રીંગણ, બાજરી, જેવા પાકના બિયારણ પણ આપવામાં આવે છે જેથી આદિવાસી ખેડૂતો વધારે આવક મેળવતા થયા છે.ભરૂચના નેત્રંગ ખાતેથી ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પા પટેલ સહીત અધિકારીઓ ઉચ્ચ અધિકારી અને પદાધિકારીઓ જોડાયા હતા. વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત વર્ષ 2021-22ના 7500 લાભાર્થી પૈકી ટોકનરૂપી 15 લાભાર્થીઓને જિલ્લા પંચાયતના પ્રમુખ અને અન્ય મહાનુભાવોને હસ્તે ખાતર અને બિયારણ કીટ વિતરણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...