ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ:ભરૂચના ચિત્રકારે ‘હું સ્વપ્ન જોવાની હિંમત કરું છું’ની થીમ પર પેઇન્ટિંગ દોરી રેકોર્ડમાં સ્થાન મેળવ્યું, 1400થી વધારે કલાકારોએ ભાગ લીધો હતો

ભરૂચ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવનારા ભરૂચના ચિત્રકારની તસવીર - Divya Bhaskar
ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવનારા ભરૂચના ચિત્રકારની તસવીર

રેડ આર્ટ ફાઉન્ડેશન,ઈન્દોર,મધ્ય પ્રદેશના ડાયરેક્ટરના મયંક વ્યાસ અને ડો.મહિમા ગુપ્તા International Artists Radart Foundation(USA) ના હેડ છે. તેમને એક વિચાર આવ્યો કે, લોકડાઉન દરમિયાન ઘણા એવા કલાકારો છે જેઓને એક નવી ઉર્જાની જરૂર છે અને તેઓની કલા દેશ દુનિયામાં પ્રસાર પામેએ પણ જરૂરી છે .એજ આશયથી તેઓએ દેશભરમાથી કલાકારોને તેઓના સપનાને સાકાર કરવા માટે આહવાન આપ્યું હતું. જે જેનું સૂત્ર હતું.I Dare to Dream ‘હું સ્વપ્ન જોવાની હિંમત કરું છું’ આ ઈવેન્ટ અંતર્ગત 2જી મે 2021ના રોજ સાંજે 7 વાગ્યાથી ભારત સહિત વિશ્વભરમાંથી પેઈન્ટિંગ કરનારા લોકોએ પોતે પેઇન્ટિંગ કરતા હોય તેવો ફોટો એક કલાકના સમયગાળામાં ફેસબુક પર અપલોડ કરવાનો હતા.

ભારતના 26 રાજ્યોના ચિત્રકારો જોડાયા હતા
આ ઈવેન્ટમાં દેશ અને દુનિયાના કુલ 1400થી વધારે કલાકારોએ ચિત્ર કરતાં હોય એવો ફોટો અપલોડ કર્યો હતા.જેમાંથી એક કલાકમાં ભારત દેશના કુલ 26 રાજ્યોના 184 જિલ્લામાંથી કુલ 1149 લોકોએ ફોટો અપલોડ કર્યા હતા.જેમાં ભરૂચ શહેરની કે.જે.ચોક્સી લાયબ્રેરીમાં ગ્રંથપાલ તરીકે કામ કરતા નરેન્દ્ર સોનારે પણ ભાગ લીધો હતો. આ ઈવેન્ટમાં ભાગ લેનારા કલાકારોને ત્યારે ખબર નહોતી કે તેમની ઇવેન્ટ ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામશે.ગીનીઝ બુકના ધારાધોરણ મુજબ કુલ 797 ફોટા માન્ય થયા હતા.જ્યારે ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા આધિકારિક રીતે જાહેર કરવામાં આવ્યું કે તેઓ ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામ્યા છે.

અન્ય સમાચારો પણ છે...