વિધાનસભા સંગ્રામ 2022:ભરૂચમાં ધારાસભ્યોની ગૃહલક્ષ્મી પર ધનલક્ષ્મીની કૃપા સંપત્તિમાં 5 વર્ષમાં 30 લાખથી 1.43 કરોડ સુધીનો વધારો

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચ અને નર્મદા જિલ્લાની સાત વિધાનસભા બેઠકો માટે ચુંટણી લડી રહેલાં મુખ્ય 24 ઉમેદવારોમાંથી 18 ઉમેદવારો કરોડપતિ છે જયારે 8 ઉમેદવારો લખપતિ છે. વાગરા અને અંકલેશ્વર બેઠક પર ભાજપે વર્તમાન ધારાસભ્યોને રીપીટ કર્યા છે ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં તેમની સંપત્તિમાં વધારો તો થયો છે પણ સાથે સાથે તેમની પત્નીઓ સંપત્તિમાં વધારો નોંધાયો છે.

અંકલેશ્વરના ઉમેદવાર ઇશ્વર પટેલની વાત કરવામાં આવે તો તેમની જંગમ મિલકતમાં 33 લાખનો અને તેમની પત્નીની જંગમ મિલકતમાં 28 લાખ રૂપિયાનો વધારો થયો છે. તેમની સ્થાવર મિલકત 33 લાખ અને પત્નીની 68 લાખ રૂપિયા વધી છે. વાગરાના ભાજપના ઉમેદવાર અરૂણસિંહ રણાની જંગમ મિલકત ભલે 53 લાખ રૂપિયા ઘટી હોય પણ સ્થાવર મિલકતમાં બંપર ઉછાળો આવ્યો છે.

તેમની સ્થાવર મિલકતમાં 1.43 કરોડ અને પત્નીની સ્થાવર મિલકતમાં 1.39 કરોડ રૂપિયાનો વધારો થયો છે. વાગરાના કોંગ્રેસના ઉમેદવારની સ્થાવર મિલકત પર 5 કરોડ રૂપિયા જેટલી વધી છે. ચુંટણી લડી રહેલાં ઉમેદવારોની આવકમાં પણ વધારો થયો છે.

અરૂણસિંહ રણા
વાગરા- ભાજપ

2017 2022

જંગમ મિલકત
01,51,43,268 97,60,224
80,95,459 (પત્ની) 97,74,165 (પત્ની)
સ્થાવર મિલકત
8,95,38,812 10,39,07,246
2,60,18,815 (પત્ની) 4,00,09,205 (પત્ની)
વાર્ષિક આવક
13,93,895 17,91,200
વિશલેષણ: વાગરાના ભાજપના ઉમેદવાર તથા તેમના પત્ની કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવે છે અને તેમાં ઉત્તરોતર વધારો થઇ રહયો છે.

સુલેમાન પટેલ
વાગરા- કોંગ્રેસ
2017 જંગમ મિલકત 2022
57,12,249 10,85,0000
દર્શાવેલ નથી (પત્ની) 13,38,592 (પત્ની)
સ્થાવર મિલકત
2,92,50,000 7,00,00,000
દર્શાવેલ નથી (પત્ની) દર્શાવેલ નથી (પત્ની)
વાર્ષિક આવક
6,20,384 4,97,690
વિશલેષણ: વાગરાના કોંગ્રેસના ઉમેદવારે આ વખતે પત્નીની જંગમ મિલકત જાહેર કરી છે. તેમની સ્થાવર મિલકતમાં 5 વર્ષમાં 5 કરોડનો વધારો થયો છે.

ઇશ્વર પટેલ અંક્લેશ્વર- ભાજપ
2017 2022

જંગમ મિલકત
40,41,865 74,22,247
6,98,000 (પત્ની)​​​​​​​ 35,37,622 (પત્ની)​​​​​​ ​
સ્થાવર મિલકત​​​​​​​
2,03,66,664​​​​​​​ 2,36,92,313​​​​​​​
35,25,840 (પત્ની)​​​​​​​ 1,03,84,194 (પત્ની)​​​​​​​
વાર્ષિક આવક​​​​​​​
9,71,233​​​​​​​ 17,85,856​​​​​​​
વિશલેષણ: અંકલેશ્વરના ભાજપના ઉમેદવારની પત્નીની સ્થાવર મિલકત 5 વર્ષમાં 35 લાખથી વધીને સીધી 1.03 કરોડ સુધી પહોંચી ચુકી છે. ​​​​​​​

સંજય સોલંકી જંબુસર- કોંગ્રેસ
2017 2022

જંગમ મિલકત

23,60,391 47,47,536 દર્શાવેલ નથી (પત્ની) 18,07,350 (પત્ની) સ્થાવર મિલકત

2,11,50,000 1,60,00,000
દર્શાવેલ નથી (પત્ની) દર્શાવેલ નથી (પત્ની)
વાર્ષિક આવક
4,14,000 11,45,523
વિશલેષણ: જંબુસરના કોંગ્રેસના ઉમેદવારની જંગમ મિલકત વધી છે જયારે સ્થાવર મિલકતમાં 53 લાખ રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળી રહયો છે.

મહેશ વસાવા ઝઘડીયા- BTP 2017 2017 જંગમ મિલકત 71,74,263​​​​​​​ 40,74,263​​​​​​​ 17,55,000 (પત્ની)​​​​​​​ 20,55,000(પત્ની)​​​​​​​ સ્થાવર મિલકત​​​​​​​ 23,00,000 71,00,000 2,05,57,250 (પત્ની) 2,68,64,510 (પત્ની) વાર્ષિક આવક 5,35,930 3,97,855 વિશલેષણ: ઝઘડીયાના બીટીપીના ઉમેદવાર પોતે લખપતિ છે પણ તેમના પત્ની કરોડો રૂપિયાની મિલકતો ધરાવતા હોવાનો ઉલ્લેખ જોવા મળે છે.

`

અન્ય સમાચારો પણ છે...