ઠગાઇ:સાક્ષી તરીકે અંગુઠા પડાવી પાવર ઓફ એટર્ની બનાવી જમીન વેચી

ભરૂચ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાંસોટ તાલુકાના ઓભા ગામે બનેલી ઘટના
  • બે વૃદ્ધ બહેનોને વાતોમાં ભોળવી ઠગાઇ કરી

હાંસોટ તાલુકાના નવા ઓભા ગામે રહેતી 70 વર્ષીય મેલકી હરી મુળજી વસાવા તેમજ તેમની બહેન નર્મદા હરી વસાવાના નામે ગામમાં જમીન આવેલી છે. દરમિયાનમાં તેમના કાકાના પુત્ર રવજીની જમીન વેચવાની હોઇ તેઓ જમીન દલાલ અલ્પેશ રવજી વસાવા તેમજ પ્રફુલ રમેશ પટેલ (બન્ને રહે. પાંચરોલી,) નામના બે શખ્સોના સંપર્કમાં આવી હતી. અરસામાં તેમના ભાઇની જમીન રવજીની જમીન વેચવાની હોઇ તમારે તથા સાક્ષીમાં સહિં કરવાની છે.

તેમ કહીં તેમને ભોળવી હતી. જે બાદ તેઓએ તમને સાથે લઇ જઇ એક કચેરીમાં તેમના ફોટા પડાવી તેમના અંગુઠાનું નિશાન લીધા હતાં. તે બાદ તેમને ઘરે છોડી ગયાં હતાં. અરસામાં તેમના પુત્રએ પંદરેક દિવસ પહેલાં આવી આપણી જમીન કોઇને વેચવા આપી હોવાની જાહેરાત અખબારમાં છપાઇ હોવાનું જણાવ્યું હતું. અડાજણ ખાતે રહેતાં અમૃત મંગા વસાવાએ તેમના ત્યાં આવી તેમની જમીન વેચવા અંગેનું ાવરઓફ એટર્ની બતાવી અલ્પેશ તેમજ પ્રફુલે તેમની પાસેથી 3 લાખ રૂપિયા લીધાં હોવાનં જણાવતાં તેમની સાથે છેતરપિંડી કરી તેમણે પોલીસમા ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...