તંત્ર એકશન મોડ:કચેરીમાં આવતા વ્યકિતઓએ રસીના બે ડોઝ લેવા ફરજીયાત, સંક્રમણ અટકાવવા સરકારનો પરિપત્ર જાહેર

ભરૂચ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ કલેકટર કચેરીમાં પ્રવેશવા પર પ્રતિબંધ

ઓમિક્રોનના નવા વેરિઅન્ટની દહેશતની સાથે કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સંક્રમણની પરિસ્થિતિને નિયંત્રિત કરવા સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરી સરકારી કચેરીઓમાં જરૂર વગર મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.કચેરીઓમાં મુલાકાતે આવેલા તમામના વેક્સિનના બન્ને ડોઝનું સર્ટી હોય તો જ પ્રવેશ આપવા દેવામાં આવશે.સમગ્ર રાજ્યભરમાં કોરોનાની સંભવીત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર સતર્ક બની છે. જિલ્લાના તમામ આરોગ્ય વિભાગોને આ અંગે સૂચનાઓ આપવામાં આવી છે.

સંક્રમણને નિયંત્રિત કરવા જો કોઇપણ વ્યકિતએ રસીકરણના બે ડોઝ પૂર્ણ કર્યા ન હોય તેઓને રસીના ડોઝ લેવા જાહેર પરિપત્ર કરવામાં આવ્યો છે. તો સરકારી કચેરીઓમાં પણ મુલાકાતીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

જે અનુસંધાને ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના મુખ્ય પ્રવેશદ્વાર પાસે બે હોમગાર્ડની બહેનોને બેસાડી કચેરીમાં પ્રવેશતા તમામ વ્યકિતઓએ રસીના બે ડોઝ લીધા છે કે કેમ તે અંગેની તપાસ કર્યા બાદ તેમના મોબાઈલ નંબર નોંધીને જ અરજદારને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.આમ કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે સરકારે જાહેર કરેલા પરિપત્ર અનુસંધાને જિલ્લા વહીવટીતંત્ર એકશન મોડમાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...