તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભણશે ગુજરાત:સરકારી શાળાના શિક્ષકોએ ઘરે ઘરે પુસ્તકો પહોંચાડ્યાં

ભરૂચ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ જિલ્લામાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ: ઓનલાઈન વર્ગો શરૂ થયા
  • નવા સત્રમાં શાળાઓમાં ઓફલાઇન અભ્યાસ જલ્દીથી શરૂ થાય તેવી શાળા સંચાલકોએ આશા વ્યક્ત કરી

કોરોના મહામારી વચ્ચે શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં સોમવારથી સ્કૂલો ફરી શરૂ થઈ છે. જોકે, શાળામાં માત્ર શિક્ષકો આવ્યા હતા. જ્યારે વિદ્યાર્થીઓના ઓનલાઈ વર્ગો શરૂ થયા હતા. ખાનગી સ્કૂલોના વિદ્યાર્થીઓ ઓનલાઈન વર્ગોનો લાભ લઈ શક્યા હતા. જ્યારે સરકારી સ્કૂલોનાં બાળકોને પ્રથમ દિવસે શિક્ષકોએ પુસ્તકો તેમનાં ફળિયામાં જઈને વિતરણ કર્યા હતા.

ભરૂચ શહેર અને જિલ્લાની સ્કૂલોમાં વર્ષ 2021-22ના નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો. નવું શૈક્ષણિક સત્ર તો શરૂ થયુ પરંતુ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ જ આપવામાં આવી રહ્યું હતું. તમામ વિદ્યાર્થીઓએ ઘરે જ પુનઃ ઓનલાઇન અભ્યાસ કરી નવા ધોરણના શિક્ષણ કાર્યનો પ્રારંભ કર્યો હતો. સ્કૂલોમાં શિક્ષક, આચાર્ય અને અન્ય કર્મચારીઓ હાજર હતા. પણ શાળા સંકુલોમાં વિદ્યાર્થીઓનો કોલાહલ નહોતો. જેથી કેમ્પસ સુનું સુનું લાગી રહ્યું હતું. શાળાના શિક્ષકો પણ વિદ્યાર્થોઓ શાળા એ આવતા થાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

ભરૂચની નારાયણ વિદ્યાવિહાર શાળાના આચાર્ય મહેશ ઠાકરે સરકારી ગાઈડલાઈન સાથે કોરોના વચ્ચે ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. ઓનલાઈન શિક્ષણની એક મર્યાદા હોવાનું જણાવી વિદ્યાર્થીઓના કલશોરથી શાળાઓ ગુંજી ઉઠે તેવી એક શિક્ષક તરીકે અપેક્ષા વ્યક્ત કરી સરકારની ગાઈડલાઈન સાથે ઓફ લાઈન શિક્ષણ માટેની તૈયારી હોવાનું પણ જણાવ્યું હતું. કોરોના કાળ વચ્ચે ફરી નવા શૈક્ષણિક સત્ર 2021-2022 ની શરૂઆત થઈ છે.

મહત્વનું એ છે કે, આ વર્ષે કોરોનાને કારણે ધોરણ 1 થી 12 ની તમામ પરીક્ષાઓ રદ્દ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યા છે. તેથી નવા શૈક્ષણિક વર્ષ ની શરૂઆત થતા તમામ વિદ્યાર્થીઓ ને તેમના ઉપલા વર્ગ નો અભ્યાસ શરુ કર્યો છે પણ વેકેશનની મજાની વાતો કે દોસ્તોની સાથેની ધીંગામસ્તી નો હજુ કોરોનાના કારણે અભાવ જરૂર વર્તાઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...