ગુજરાતના અંકલેશ્વરમાં ભારત બાયોટેક કંપનીને વેક્સિન ઉત્પાદન માટે ભારત સરકારે મંજુરી આપી છે. કેન્દ્રિય આરોગ્ય પ્રઘાન મનસુખ માંડવિયાએ મંગળવારે સવારે ટ્વીટ કરીને જણાવ્યું હતુકે, ગુજરાતમાં કોવેક્સિન બનાવવાની ઉત્પાદન ફેસેલીટીને ભારત સરકારે મંજુરી આપી છે. આમ હવે અંકલેશ્વરમાં પણ ભારત બાયોટેકની કોવેક્સિનનુ ઉત્પાદન શરુ થશે.
અંકલેશ્વર ખાતે ત્રીજી કંપની ઇન્જેક્શન-વેક્સિન બનાવશે
કેડિલા ઝાયડસ કંપની હાલમાં જ સૌથી વધુ અછત ઊભી થયેલ રેમડેસિવિર ઇન્જેક્શનનું રો મટીરિયલ પણ અંકલેશ્વરમાં તૈયાર થાય છે. આ ઉપરાંત ગ્લેનમાર્ક કંપની પણ કોરોનામાં ઉપયોગી દવાનું ઉત્પાદન કરે છે. હવે અંકલેશ્વરમાં ચિરોન બેહરિંગ વેક્સિન પ્રાઇવેટ લિમિટેડ પણ જોડાય છે અને ટૂંકમાં કોવેક્સિન વેક્સિનનું ઉત્પાદન કરશે.
કંપનીની સબસિડરી Chiron Behring Vaccinesમાં ઉત્પાદન શરૂ કરશે
ભારત બાયોટેકના કો-ફાઉન્ડર અને જેએમડી સૂચિત્રા એલ્લાએ ટ્વીટ દ્વારા જાણકારી આપી છે કે અંકલેશ્વરસ્થિત કંપનીની સબસિડરી Chiron Behring Vaccinesમાં ઉત્પાદન શરૂ કરશે. ટૂંક સમયમાં કંપનીની બે લાઈનમાં પ્રોડક્શનની પ્રક્રિયા પણ શરૂ થઇ જશે.
હાલમાં હૈદરાબાદ અને બેંગલુરુમાં મોટે પાયે વેક્સિનનું ઉત્પાદન કરાઈ રહ્યું છે. દેશમાં વેક્સિનની મોટી માંગના કારણે હવે અંકલેશ્વરમાં પણ વેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે. અંકલેશ્વરસ્થિત સબસિડરી Chiron Behring Vaccines ની વાર્ષિક 200 મિલિયન ડોઝ ઉત્પાદનક્ષમતા છે. યુનિટ એન્ટીરેબિઝની વેક્સિનના ઉત્પાદનને અટકાવી કોરોના વેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે.
કંપનીએ અગાઉ હડકવા માટે રસી ઉત્પાદન કર્યું હતું
અંકલેશ્વરની ચિરોન બેહરિંગ વેક્સિન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ટેબીઝ નામની હડકવાની રસીનું ઉત્પાદન કરતી હતી. કંપની ભારત બાયોટેક કંપનીની સબસિડરી ચિરોન બેહરિંગ વેક્સિન કંપની હોવાથી હવે તેઓ દ્વારા કોરોના સામે જંગમાં કોવેક્સિનનું પણ ઉત્પાદન આગામી સમયમાં અહીંથી કરશે.
અંકલેશ્વર ખાતે ત્રીજી કંપની ઇન્જેક્શન-વેક્સિન બનાવશે
કેડિલા ઝાયદસ્ત કંપની હાલમાં જ સૌથી વધુ અછત ઉભી થયેલ રેમડેસિવર ઇન્જેક્શનનું રો મટીરીયલ પણ અંકલેશ્વરમાં થાય છે. આ ઉપરાંત અંકલેશ્વરની ગ્લેનમાર્ક કંપની પણ કોરોનામાં ઉપયોગી દવાનું ઉત્પાદન કરી રહી છે. જે બાદ હવે અંકલેશ્વરમાં ચિરોન બેહરિંગ વેક્સીન પ્રાઇવેટ લિમિટેડ પણ જોડાય છે અને ટૂંકમાં કોવેક્સિન ઇન્જેક્શનનું ઉત્પાદન કરશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.