ગુજરાતભરમાં તારીખ 18થી 22એપ્રિલ દરમિયાન દરેક તાલુકા સ્થળે બ્લોક હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવેલ જેના ભાગરૂપે હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર નંદેલાવ ખાતે ભરૂચ તાલુકાકક્ષાનો બ્લોક હેલ્થ મેળો નાયબ મુખ્યદંડકશ્રી દુષ્યંતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ વેળાએ રોટરી કલબ ભરૂચ ધ્વારા કુપોષિત બાળકોને ન્યુટ્રીશીયનની કીટ વિનામૂલ્યે આપવામાં આવી હતી.
નાયબ મુખ્યદંડક દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે, બ્લોક હેલ્થ મેળાનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લા આરોગ્યતંત્રની પ્રસંશનીય કામગીરીને લીધે આજે જિલ્લાના ગામડના છેવાડાના વિસ્તારો સુધી આરોગ્ય સેવાઓનું ફલક પહોંચી ચૂક્યું છે આજે બ્લોક હેલ્થ મેળામાં કુલ 12 પ્રકારની આરોગ્યલક્ષી સેવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે.
આ ઉપરાંત આયુષ્યમાન ભારત નેશનલ હેલ્થ આઈડી પણ જનરેટ કરવામાં આવશે ઉપરાંત રોટરીકલબ ભરૂચ ધ્વારા ૩૦૦ જેટલાં બાળકોને ન્યુટ્રીશીયન કીટ પણ આપવામાં આવનાર છે જે પ્રસંશનીય છે. તેમણે ઉમેર્યું હતું કે, છેવાડાના માનવી સુધી આરોગ્યની સુવિધા પહોંચે તે માટે કેન્દ્ર – રાજ્ય સરકાર કટિબધ્ધ હોવાની સાથે તેમણે આરોગ્ય વિષયક અનેકવિધ યોજનાઓની માહિતી આપી જેનો મહત્તમ લાભ લેવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.
આરોગ્ય મેળા અંતર્ગત વિવિધ આરોગ્યલક્ષી સ્ટોલ જેમ કે, બાળરોગ, સ્ત્રી રોગ, આંખ રોગ, કાન રોગ, દંત રોગ, ડાયાબીટીસ, બ્લડપ્રેસર, કેન્સર, જનરલ ઓ.પી.ડી., કોવિડ તથા રસીકરણ તેમજ આયુર્વેદિક/હોમિયોપેથીક સારવાર વગેરેનું નિષ્ણાંત ડૉક્ટર ધ્વારા વિનામૂલ્યે તપાસ અને દવા વિતરણ કરવામાં આવેલ.
આ ઉપરાંત કિશોરીઓને લેબ ટેસ્ટ બાદ એનેમિક કિશોરીને સ્થળ પર જ વિનામૂલ્યે તપાસ અને દવા વિતરણ કરવામાં આવેલ. આયુષ્યમાન ભારત કાર્ડ તથા હેલ્થ કાર્ડના લાભાર્થીઓને કાર્ડ વિતરણ, નવા કાર્ડ બનાવવા, રીન્યુ કરવા તેમજ લોકોના આરોગ્યની સુખાકારી માટે બિનચેપી રોગો અને સંક્રામક રોગોની પ્રાથમિક તપાસ અને આરોગ્યપ્રદ જીવનશૈલી જીવવા માટે રોજીંદા જીવનની જીવનશૈલી કેવી હોવી જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.