આવેદન:સરકાર નોટરી અને વકીલાતના વ્યવસાયનું પતન કરે છે : વકીલો

ભરૂચ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વકીલો માટેના બીલના વિરોધમાં એસોસિએશનનું કલેક્ટરને આવેદન

ભરૂચ જિલ્લાના બાર એસોસિયેશનના વકીલોએ નોટરી અને વકીલાતના વ્યવસાયનું સરકાર પતન કરવા બેઠી હોવાના લેવાતા નિર્ણયો વિરુદ્ધ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. બાર એસોસિયેશનના ઇન્ચાર્જ પ્રમુખ અજબખાન સિપાઈએ જણાવ્યા મુજબ, સરકારના નિર્ણયોથી નોટરી અને વકીલનો વ્યવસાયનો અંત કરાઈ રહ્યો હોવાની લાગણી સાથે જિલ્લા કલેકટરને રજુઆત કરાઈ હતી.

છેલ્લા કેટલાક સમયમાં કોરોનાની મહામારીના કારણે તથા નાના મોટા ઉદ્યોગો અને રોજગાર ખતમ થઈ જવાના કારણે વકીલાતના વ્યવસાય પર ખુબ માઠી અસર પડી છે. કેટલાક ઈસમો નાણાંના અભાવે કોર્ટમાં આવતા નથી અને સરકારની કેટલીક નીતિઓને કારણે વકીલો બેકાર થઈ ગયા છે. સરકારના કે બાદ એક નિર્ણયો જેવા કે જામીન, નોટરી, તલાટીને એફિડેવિટની સત્તા, વાંધા અરજીઓનો છેડ, પાવર ઓફ એટર્ની રજિસ્ટ્રેશન, રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજોનું દલાલો દ્વારા નોંધણી સહિતના કારણે વકીલોનો વ્યવસાય અને વકીલાતને ગળે ટૂંપો આવી ગયો છે.

વકીલને તેનું ઘર અને પરિવાર ચલાવવું મુશ્કેલ બની ગયું છે. આવી સ્થિતિમાં જો સરકાર વકીલો માટે ખાસ બિલ પસાર નહિ કરે તો આગામી સમયમાં વકીલો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા આંદોલન છેડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. આવેદન આપવામાં ઉપપ્રમુખ ભરતસિંહ ચાવડા, મહેન્દ્ર બોડાણા સહિતના વકીલો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...