તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:સૂટબૂટમાં આવેલો ગઠિયો આઇટી ઓફિસરની ઓળખ આપી રૂ 1.91 લાખના ઘરેણા લઇ ફરાર

ભરૂચ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગઠિયાએ NEFTથી કરેલું પેમેન્ટ ખાતામાં નહીં આવતા દુકાન માલિકે ફરિયાદ નોંધાવી

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આઇનોક્સ થીયેટરની સામે સુંદરમ જવેલર્સમાં ગુરુવારે બપોરે 1 વાગ્યાના અરસામાં કાર લઈને સૂટબુટમાં આવેલા ઈસમે દુકાનમાં આવી ઈન્ક્મટેક્સ અધિકારી અને તેને પોતાનંુ નામ રાજેશ જણાવ્યું હતું. તેણે દુકાનદાર પાસે પહેલા લાયસન્સ અને કાગળો જોવા માંગ્યા હતા.ત્યાર બાદ ઈસમે ડોક્યુમેન્ટ ચેક કર્યા બાદ ઘરેણાં ખરીદવાનું જણાવ્યું હતું.જેમાં તેણે લેડીસની બે રીંગ, એક લકી અને એક ચેન પસંદ કરી દુકાન દારને કેટલા રૂપિયા થયા હોવાનું જણાવ્યું હતું.

ત્યાર બાદ તેણે દુકાનદાર પાસે બેંકની ડિટેલ માંગી ઘરેણાંનું પેમેન્ટ એનીએફટી દ્વારા કરીને તેનો સ્ક્રિન શોટ દુકાનદારને બતાવી ઘરેણાં લઈને રફુચક્કર થઈ ગયો હતો.જોકે ઘણો સમય થતા દુકાનદારના બેંક એકાઉન્ટમાં રૂપિયા જમા નહીં થતા વેપારી હોશ ઉડી ગયા હતા.સદર મામલે દુકાનના માલીક સુનિલ ગૌરી શંકર સોનીએ સી ડિવિઝન મથકે ભેજાબાજ વિરુધ્ધ રૂપિયા 1.91 લાખના સોનાના ઘરેણાંની છેતરપીંડી કરી લઇ ગયા હોવાની ફરિયાદ નોંધાવી છે.સી ડિવિઝન પોલીસે દુકાનના સીસીટીવી ફૂટેજ મેળવીને આવેલા ભેજાબાજને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો