તસ્કરી:L&Tના ગોડાઉનમાં બાકોરું પાડી રૂ.31.52 લાખના સામાનની ચોરી

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રેલ્વેની કામગીરી માટે અલ્હાબાદથી આવેલો સામાન રખાયો હતો

અમદાવાદ-મુંબઇ વચ્ચે બની રહેલાં ગુડ્સ ટ્રેન રેલવે પ્રોજેક્ટના કુકરવાડા અને દહેગામની સીમમાં આવેલાં એલએન્ડટીના ગોડાઉનની દિવાલમાં બાકોરૂ પાડી અંદરથી 31.52 લાખના સામાનની ચોરી કરી ગયાં હતાં. બનાવ સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ તાલુકામાં આવેલાં કુકરવાડા અને દહેેગામ ખાતે આવેલાં એલએન્ડટી કંપનીનો અમદાવાદ-મુંબઇ સુધીનો ગુડ્સ ટ્રેનના રેલવે પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટમાં કામ ચાલી રહ્યું છે. જેમાં વડોરદાના મકરપુરાથી સુરત સુધીનીકામગીરીનું અમિતકુમાર રાજ નારાયણ વર્મા એડમિન આસિસ્ટન્ટ તરીકે ધ્યાન રાખે છે. કુકરવાડા તેમજ દહેગામ બસ સ્ટેન્ડ પાસે કંપનીએ પાકી દીવાલનું ગોડાઉન બનાવ્યું હતું. જેમાં અલહાબાદથી આવેલો અલગ અલગ પ્રકારનો લાખોની મત્તાનો સામાન ગોડાઉનમાં મુક્યો હતો દરમિયાનમાં ગત 23મી સપ્ટેમ્બરે તેઓ સવારે દહેગામ ખાતે આવેલાં શેડ પર કામ અર્થે જતાં ત્યાંના સ્ટોર ઇન્ચાર્જ પ્રમોદે તેમને જણાવા્યું હતું કે, ગોડાઉનની દિવાલને બાકરો પાડી તેમાંથી તસ્કરો અલગ અલગ પ્રકારનો કુલ 31.52 લાખની મત્તાનો સામાન ચોરી કરી ગયાં છે. જેના પગલે તેમણે હેડ ઓફિસમાં જાણ કરતાં તેમણે તમામ પ્રકારની તપાસ કર્યાં બાદ પોલીસ ફરિયાદ કરવા સૂચના આપતાં આખરે તેમણે ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં હાલ હાઇ સ્પીડ ટ્રેન, વડોદરા- મુંબઇ એકસપ્રેસ હાઇવે તથા રેલવેના કોરીડોરની કામગીરી ચાલી રહી છે. જેના કારણે અનેક કન્સટ્રકશન કંપનીઓ તેમની કામગીરી કરી રહી છે. આ કંપનીઓએ તેમનો સામાન રાખવા માટે ઠેર ઠેર ગોડાઉન બનાવ્યાં છે. આ ગોડાઉનોમાંથી ચોરીના બનાવો વધ્યાં છે. ગોડાઉનની સુરક્ષા માટે સીકયુરીટી ગાર્ડ રાખવામાં આવતાં હોવા છતાં તસ્કરો સામાનની ધાપ મારી ફરાર થઇ જાય છે. દિવાળીનો તહેવાર ચાલી રહયો છે ત્યારે કામદારો વતનમાં ગયાં હોવાથી ચહલપહલ ઓછી થતાં તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ લાગી રહયું છે.

અન્ય સમાચારો પણ છે...