ટ્રેનમાં ચોરી:ભરૂચના રેલવે સ્ટેશનની હદમાંથી પસાર થતી ટ્રેનમાંથી સોનાના ઘરેણા, ફોન મળી કુલ 35 હજારથી વધુના મુદ્દામાલની ચોરી

ભરૂચ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચના રેલવે સ્ટેશનની હદથી પસાર થતી રણકપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી સોનાના ઘરેણા અને ફોન મળી કુલ 35 હજારથી વધુના મુદ્દામાલની ચોરી થઈ હતી. ઘટનાને અંજાપ આપ્યા બાદ અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા હતા.

મૂળ રાજસ્થાનના અને હાલ સુરતના પાલનપુર પાટિયા ખાતે રહેતા રમેશ રેગારામ ચૌધરી તેઓની પત્ની સાથે ગત તારીખ-26મી ડીસેમ્બરના રોજ રાજસ્થાનના સોમેશ્વર રેલવે સ્ટેશનથી રણકપુર એક્સપ્રેસ ટ્રેનમાં સવાર થઈ સુરત ખાતે આવી રહ્યા હતા. તે દરમિયાન ભરૂચ રેલવે સ્ટેશનની હદમાં સિલ્વર બ્રીજમાંથી પસાર થતી ટ્રેનમાં દંપતી સુઈ ગયું હતું જેનો લાભ લઇ અજાણ્યા ઈસમો પર્સમાં રહેલી સોનાની બુટ્ટી અને એક ફોન મળી કુલ 35 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે ભરૂચ રેલવે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...