તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેમિકલ માફિયા બેફામ:અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં પ્રદુષણ માફિયા બેફામ બન્યા, મુખ્ય માર્ગ પરથી કેમિકલના 25 બેરલો મળી આવ્યા

ભરૂચ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્ય માર્ગ પર પ્રદુષિત ખાલી બેરલ મૂકી અજાણ્યા ઇસમો ફરાર થયા
  • કેમિકલના બેરલોને પગલે પર્યાવરણવાદીઓએ રોષની લાગણી વ્યક્ત કરી

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની આનંદ હોટલથી ફાયર સ્ટેશન જવાના મુખ્ય માર્ગ પર કેમિકલના ખાલી બેરલો મૂકી અજાણ્યા ઇસમો ફરાર થઈ ગયા હતા. જેમાં કેમિકલના બેરલોને પગલે પર્યાવરણવાદીઓએ રોષની લાગણી વ્યક્ત કરી છે.

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પ્રદૂષણ મામલે પ્રખ્યાત છે. જી.આઈ.ડી.સી.માં અનેક કંપનીઓ દિન પ્રતિદિન કેમિકલ સાથે પ્રદૂષણ ફેલાવી અંકલેશ્વરનું નામ ખરાબ કરી રહી છે. ત્યારે આજરોજ વધુ એક લાપરવાહી સામે આવી છે. અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની આનંદ હોટલથી ફાયર સ્ટેશન જવાના મુખ્ય માર્ગ પરથી કેમિકલના ખાલી 25 બેરલો મળી આવ્યા છે. કોઈક બેજવાબદાર ઉદ્યોગ કે પ્રદૂષણ માફિયા આ બેરલો મૂકીને નાસી છૂટયા છે. કેમિકલના ખાલી બેરલોને પગલે પશુ, પક્ષી સાથે માણસોને નુકશાન થાય તેવી દહેશત સેવાઇ રહી છે. ત્યારે આવા કૃત્યો બાબતે સ્થાનિક પર્યાવરણવાદીઓએ રોષની લાગણી વ્યક્ત કરી છે. અને આ બાબતે જીપીસીબીના અધિકારીઓને જાણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો