ચોરીનો ભેદ ઉકેલાયો:અંકલેશ્વરના ઉમરવાડા પાસેથી ચોરી થયેલાં બકરાં 21 દિવસે મળી આવ્યાં, બે શખ્સ ઝડપાયા, એક ફરાર

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા પોલીસે ચોરીના બકરા સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા, અન્ય એક ફરાર

અંકલેશ્વર તાલુકા પોલીસે ઉમરવાડા ગામ નજીક આવેલા તવક્કલ ગોટ ફાર્મમાં ચોરી થયેલા ત્રણ બકરાઓ સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વરના કાજીવાડ વિસ્તારમાં રહેતા વક્કર હુસૈન મહમદ ઇબ્રાહિમ ભરોડાવાલા મરવાડા ગામ નજીક આવેલ તવક્કલ ગોટ ફાર્મમાં બકરા ઉછેર કરી વેચાણ કરે છે. જેમના ફાર્મને ગત તારીખ 16મી મેના રોજ તસ્કરોએ નિશાન બનાવી અંદર પ્રવેશ કર્યો હતો અને 85માંથી ત્રણ મોટા બકરા મળી કુલ 60 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

આ ચોરી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસે બાતમીના આધારે ઉમરપાડા નહેર પાસે ભાડના મકાનમાં રહેતા હબીબખા હકીમખાં સમ્મા અને મુસા ઉર્ફે સમદ ગુજ્જર સલીમ સાલેહ વોરા પટેલને પકડી તેમની પુછપરછ કરી હતી. તેમણે બંને અને અન્ય અલીખાન સમ્માએ ભેગા મળી બકરાની ચોરી કરી હોવાનું કબૂલાત કરી હતી. પોલીસે ચોરી થયેલા ત્રણેય બકરા મળી 60 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને બંને ઈસમોની અટકાયત કરી હતી. જ્યારે અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...