હુમલો:GNFC બસ સ્ટેન્ડના ટીસી પર 2 મહિલા સહિત 4 જણાનો હુમલો

ભરૂચ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શખ્સે અમદાવાદની બસનું ઓનલાઇન બુકિંગ કર્યું હતું

ભરૂચના જીએનએફસી પીક-અપ બસ સ્ટેન્ડ ખાતે ફરજ બજાવતાં ટીસીને બસ મોડી પડતાં શખ્સે અન્ય એક યુવાન તેમજ બે મહિલા સાથે ધમકાવી બળજબરીથી 408 રૂપિયા પડાવી લઇ ત્યાંથી નાસી છુટતાં તેમણે આખરે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ભરૂચ તાલુકાના નિકોરા ગામે રહેતાં સિકંદર હમીરસિંહ રાજ છેલ્લાં એક મહિનાથી જીએનએફસી પીક-અપ સ્ટેન્ડ ખાતે ટ્રાફિક કન્ટ્રોલર તરીકે ફરજ બજાવે છે. ગઇકાલ તેઓ નોકરી પર હતાં. તે વેળાં એક શખ્સે અમદાવાદ જવાની બસનું ઓનલાઇન બુકિંગ કરાવ્યું હોઇ તેમની પાસે આવી બસ ક્યારે આવશે તેમ પુછ્યું હતું. તેમણે બસનો સમય બતાાવ્યાં બાદ થોડા સમય બાદ તેઓ પરત આવ્યાં હતાં.

કે બસ હજી સુધી કેમ આવી નથી. જેના પગલે તેમણે જણાવ્યું હતું કે, બસ ટ્રાફિકના કારણે લેટ થઇ હશે. જે બાદ પણ બસ નહીં આવતાં શખ્સ તેની અન્ય અન્ય એક ઇસમ તેમજ બે મહિલાઓ સાથે તમની કેબીનમાં ઘુસી આવ્યો હતો. તેમજ તેમને અપશબ્દો ઉચ્ચારવા લાગ્યો હતો.

તેમજ તેમની ટિકિટના રૂપિયા પરત માંગતાં તેમણે તેઓને રિફન્ડ મુદ્દે ભોલાવ ડેપોનો સંપર્ક કરવા જણાવ્યું હતું. તેમ છતાં તેઓએ હંગામી કરતાં ડેપોનું વાતાવરણ ન બગડે તે માટે તેમણે પોતાના ખિસ્સામાંથી 3 ટિકિટના 408 રૂપિયા તેમને આપતાં તેઓ ત્યાંથી જતાં રહ્યાં હતાં. ભરૂચ સી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...